________________
'ઈન્દ્રભૂતિ ગૌતમ જન્મકાળ : .સ. થી ૬૦૦ વર્ષ પૂર્વ જન્મસ્થાન : મગધ રાજ્યના સત્તા કેન્દ્ર રાજગૃહના સમીપવર્તી
ગબ્બર ગ્રામ. ગોત્ર અને જાતિ ઃ ગૌતમ-ગોત્રીય બ્રાહ્મણ. જન્મ નક્ષત્ર : જ્યેષ્ઠા પિતાનું નામ : વસુભૂતિ ગૌતમ (દિગંબર પરંપરાનુસાર શાંડિલ્ય) માતાનું નામ : પૃથ્વી. વચલા ભાઈનું નામ: અગ્નિભૂતિ નાના ભાઈનું નામ: વાયુભૂતિ શિક્ષા : સંપૂર્ણ ૧૪ વિદ્યાઓનું અધ્યયન કરેલું.
- ૪ વેદ ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ૬ વેદાંગ - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદસ,
જ્યોતિષ. ૪ ઉપાંગ - મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ. ઉપરોક્ત ૧૪ વિદ્યામાં પારંગત વિદ્વાન બની
ગયા હતા. - ' (વેદ-વિધાના આચાર્ય અને એમના છાત્રો
જૈન વાડમયમાં અનેક ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે કે - ઇન્દ્રભૂતિ ગૌતમ વેદ-વિદ્યાના એક પ્રખ્યાત વિદ્વાન આચાર્ય હતા તથા એમની પાસે ૫૦૦ છાત્ર અધ્યયન કરતા હતાં. એમના આચાર્ય રૂપથી અધ્યાયનકાળનો ક્રમ આ પ્રકારે હોઈ શકે છે કે લગભગ ૨૫ વર્ષની વયમાં અધ્યયન પૂર્ણ કર્યા બાદ એમણે ૫ વર્ષ સુધી વિભિન્ન પ્રદેશોમાં પ્રવાસ કરી ત્યાંના વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા હોય. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૩૦ |