________________
(પાટલીપુત્રમાં પ્રથમ આગમ-વાચના)
(વી. નિ. સં. ૧૬૦) આચાર્ય સંભૂતવિજયના સ્વર્ગારોહણ પહેલાં મધ્યપ્રદેશમાં અનાવૃષ્ટિજન્ય જે ભીષણ દુકાળ પડ્યો હતો, એના પ્રત્યાઘાતોથી બચવા માટે ઘણા બધા શ્રમણ દુષ્કાળથી સંતપ્ત ક્ષેત્રોનો ત્યાગ કરી ઘણા દૂરનાં ક્ષેત્રો તરફ ચાલ્યા ગયા હતા. આચાર્ય ભદ્રબાહુ પણ કેટલાક શ્રમણોની સાથે નેપાળ તરફ જતા રહ્યા. દુકાળને લીધે અન્નના અભાવમાં અનેક આત્માર્થી મુનિઓએ સંયમ-આરાધનાના ભયથી ભક્ત-પ્રત્યાખ્યાન (અનશન) અને સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી પોતાનું જીવન સફળ કર્યું.
દુભિક્ષના અંત અને સુભિક્ષ થઈ જતા વિવિધ ક્ષેત્રોમાં ગયેલાં શ્રમણ-શ્રમણીના સમૂહો ફરી પાટલીપુત્રમાં આવ્યાં. ઘણા સમયની વેઠેલી ભૂખ-તરસ અને યુગો સુધી ભૂલી ન શકાય એવાં પ્રાણઘાતક સંકટોને કારણે શ્રતનું પરાવર્તન ન થઈ શકવાના લીધે ઘણું - બધું શ્રુત વિસ્મૃત થઈ ગયું. ત્યારે અંગશાસ્ત્રોની રક્ષા માટે એમણે એવું જરૂરી સમક્યું કે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, એકાદશાંગીના પારગામી સ્થવિર એક જગ્યાએ ભેગા થઈ સમસ્ત અંગોની વાચના કરે અને દ્વાદશાંગીને જીર્ણક્ષીણ થતા બચાવે.
આ પ્રમાણેનો નિર્ણય લીધા પછી આગમોની પહેલી બૃહદ્વાચના પાટલીપુત્રમાં લગભગ વી. નિ. સં. ૧૬૦માં કરવામાં આવી. ત્યાં હાજર રહેલા બધા જ શ્રમણોએ વાચનામાં સાથે જોડાયા. આચાર્ય ભદ્રબાહુ તે સમયે નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધનાનો પ્રારંભ કરવા ગયા હતા. અતઃ આચાર્ય સ્થૂળભદ્રના તત્ત્વાવધાન (માર્ગદર્શન)માં આ વાચના થઈ.
દ્વાદશાંગીના ક્રમાનુસાર એક-એક અંગની વ્યવસ્થિત રૂપથી વાચનામાં શ્રમણોના પરસ્પરના આંતરિક સહયોગથી વિસ્મૃત-પાઠોને યથાતથ્ય રૂપે સંકલિત કરી લેવામાં આવ્યા. જે સાધુઓને આ પાઠો કંઠસ્થ હતા, તેમની પાસેથી બાકીના સાધુઓ જે ભૂલી ગયા હતા, તેઓએ ફરીથી એ પાઠો કંઠસ્થ કરી લીધા. આ રીતે શ્રમણ સંઘની દૂરદર્શિતા અને પારસ્પરિક સહયોગ અને આદાન-પ્રદાનની સવૃત્તિ એ એકાદશાંગીને નષ્ટ થતા ઉગારી લીધી. [ ૧૦૨ 99999999999]ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)