________________
સમ્રાટ અશોક દ્વારા અપનાવેલી નીતિનું અનુકરણ કરીને બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારમાં ઘણો મોટો ફાળો આપ્યો. કનિષ્ક કાશ્મીરના કુંડલવન નામની જગ્યાએ બૌદ્ધ-સંગીતિ (બૌદ્ધભિક્ષુઓ, વિદ્વાનો તેમજ બૌદ્ધ ધર્માવલંબીઓનું ધર્મ-સંમેલન)નું આયોજન કર્યું.
એ સંગીતિમાં બૌદ્ધ ધર્મના પ્રચાર ને એમાં નવા સુધારા સંબંધમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર નિર્ણય લેવામાં આવ્યા. ઇતિહાસકારોનું અનુમાન એવું છે કે – “કનિષ્ક કરેલી બૌદ્ધ-સંગીતિ પછી બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન - આ બે સંપ્રદાયોમાં વિભક્ત થઈ ગયો. બુદ્ધના નિરાડંબર, સહજ-સરળ ધર્મ તેમજ જીવનદર્શનને માનનારાઓની સંખ્યા બહુ થોડી હતી. આથી એ લોકોને સંપ્રદાયનું નામ હીનયાન પડ્યું. બુદ્ધને અવતારી પુરુષ માની એમની મૂર્તિની પૂજા કરનારાઓની સંખ્યા વધુ હતી, આથી એ લોકોનો સંપ્રદાય મહાયાન કહેવાયો. કનિષ્ક મહાયાન સંપ્રદાયને પસંદ કર્યો. કનિષ્કના શાસનકાળમાં બુદ્ધની પ્રતિમાઓની આડંબર સહિત પૂજા થવા લાગી અને દેશમાં મૂર્તિકારો-શિલ્પીઓનો ઘણો વિકાસ થયો. કનિષ્ઠ બૌદ્ધધર્માવલંબી હતો, છતાં પણ એણે અન્ય બધા ધર્માવલંબીઓની સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખ્યો.
કનિષ્કના રાજ્યકાળમાં સંસ્કૃત સાહિત્યની નોંધનીય ઉન્નતિ થઈ. એના વડે સન્માનિત મહાકવિ અશ્વઘોષના બુદ્ધ ચરિત્ર', “સૌન્દરાનંદમ્ અને “વજસૂચી' નામના ઉત્તમ કોટિના સંસ્કૃત-ગ્રંથોની રચનાઓ કરી.
કનિષ્ક એના વિશાળ સામ્રાજ્યના કારભારને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ભારતનાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં સૂબેદાર સ્થાપિત કર્યા. એમાંથી, મથુરા, વારાણસી, ગુજરાત, કાઠિયાવાડ તેમજ માળવાના સૂબેદારો અને એમના ખર૫લ્લાન, વનસ્ફર આદિ સૂબાઓનો ઉલ્લેખ મળે છે.
શક્તિશાળી કુષાણવંશી મહારાજા કનિષ્કના દેશ-વિદેશમાં વ્યાપેલા વિજય-અભિયાનના સંક્રાંતિકાળમાં પણ કેટલાક ભારતીય રાજાઓએ ઘણી વીરતા અને ધીરજની સાથે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું, એવું જ્વલંત ઉદાહરણ છે. દક્ષિણાપથનો સાતવાહન રાજવંશ જેનું વિક્રમાદિત્યના સમયથી લઈ વી. નિ. સં. ૯૯૩ સુધી અખંડ રાજ્ય ચાલવાના અનેક ઉલ્લેખો જેન વામયમાં તેમજ અન્ય ઇતિહાસ-ગ્રંથોમાં | ૩૦૦ ઉ96969696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|