________________
અનુત્તરોપપાતિક દશાના ત્રણ વર્ગોમાં ક્રમશઃ ૧૦, ૧૩ અને ૧૦ આ પ્રકારે કુલ મેળવીને ૩૩ અધ્યયનોમાં ૩૩ ચરિત્રાત્માઓનું સંક્ષિપ્ત વર્ણન છે. એ ૩૩ મહાપુરુષોમાં પ્રથમ કાલીકુમાર આદિ ૨૩ મગધ સમ્રાટ શ્રેણિકના પુત્ર છે.
(૧૦. પ્રજ્ઞવ્યાકરણ ) દસમુ અંગ પ્રશ્નવ્યાકરણ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન, વિદ્યાતિશય, નાગકુમાર, સુપર્ણકુમાર અથવા યક્ષાદિની સાથે સાધકોના જે દિવ્ય સંવાદ થયા કરતા હતા, એ બધા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧ શ્રુતસ્કંધ, ૪૫ ઉદ્દેશનકાળ, ૪૫ સમુદેશનકાળ, સંખ્યા૧૦૦૦ પદ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત શ્લોક છે.
આજે જે પ્રશ્નવ્યાકરણ ઉપલબ્ધ છે, તે ર ખંડોમાં વિભાજિત છે. એના પ્રથમ ખંડમાં ૫ આશ્રવ-દ્વારોનું વર્ણન છે અને બીજા ખંડમાં ૫ સંવર-દ્વારોનું. પાંચ આશ્રવ-દ્વારોમાં હિંસાદિ પ પાપો અને સંવર-દ્વારોમાં હિંસાદિ પાપોના નિષેધરૂપ અહિંસા આદિ ૫ વ્રતોનું સુવ્યવસ્થિત વિવરણ આપવામાં આવ્યું છે.
હિંસા, મૃષા, અદત્તાદાન, કુશીલ અને પરિગ્રહ - આ પાંચ આશ્રવદ્વારોનો તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ સંવર દ્વારોનો સર્વાગપૂર્ણ બોધ પ્રાપ્ત કરવા માટે પ્રશ્નવ્યાકરણના આ બંને શ્રુતસ્કંધોનું પઠન-પાઠન અને મનન ઘણું જ ઉપયોગી છે. વિચારકોના માટે પ્રશ્નવ્યાકરણ એક મહાન નિધિ સમાન છે.
(૧૧. વિપાક સૂત્ર)
વિપાક સૂત્ર અગિયારમું અંગ છે. એમાં ર શ્રુતસ્કંધ, ૨૦ અધ્યયન, ૨૦ ઉદ્દેશકાળ, ૨૦ સમુદેશનકાળ, સંખ્યાત પદ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત શ્લોક છે. વર્તમાનમાં એનું સ્વરૂપ ૧૨૧૬ શ્લોકપરિમાણ છે. વિપાક સૂત્રનું મુખ્ય લક્ષ્ય કર્મનાં શુભાશુભ ફળ વિપાકને સમજવાનું છે. | ૬૮ 09999999999છે જેન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨)