________________
યક્ષા વગેરે બહેનો જ્યારે ચૈત્યમાં ગઈ તો ત્યાં સિંહની જગ્યાએ એમના ભાઈને જોઈને ઘણી ખુશ થઈ. પ્રણામ કર્યા પછી એમણે ઉત્સાહિત થઈ પૂછ્યું : “જ્યેષ્ઠાર્ય ! હમણાં થોડી વાર પહેલાં તો તમારી જગ્યાએ સિંહ બેઠેલો હતો, તે ક્યાં ગયો ?”
આર્ય સ્થૂળભદ્રએ હસીને કહ્યું : “અહીં કોઈ સિંહ ન હતો, એ તો મેં મારી વિદ્યાનું પરીક્ષણ કર્યું હતું ?”
પોતાના અગ્રજ ને અદ્ભુત વિદ્યાઓનો ભંડાર સમજી બધી જ બહેનો અપાર આનંદિત થઈ.
ત્યાર બાદ સાધ્વી યક્ષાએ એમના અનુજ મુનિ શ્રીયકને એકાશન અને પછી ઉપવાસ કરવાની પ્રેરણા આપવા તથા સમયાવધિ પૂર્ણ થતા શ્રીયકના દિવંગત થવાની દુઃખદ ઘટના મુનિ સ્થૂળભદ્રને કહી.
સાધ્વીઓના ગયા પછી વાચનાનો સમય થતા આર્ય સ્થૂળભદ્ર આચાર્યશ્રીની સેવામાં પહોંચ્યા, તો આચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “વત્સ ! જ્ઞાનોપાર્જન કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે, પણ ઉપાર્જિત કરેલા જ્ઞાનને પચાવવું એના કરતાં પણ વધુ મુશ્કેલ છે. તું ગોપનીય (ગુપ્ત) વિદ્યાને પચાવી ન શક્યો. તું તારા શક્તિ-પ્રદર્શનના લોભને રોકી ન શક્યો. તેં તારી બહેનોની સામે પોતાની ગુરુતા અને વિદ્યાનો ચમત્કાર પ્રગટ કરી દીધો. આ સ્થિતિમાં તું હવે આગળના પૂર્વોની વાચના માટે યોગ્ય પાત્ર નથી. જેટલું તેં પ્રાપ્ત કર્યું છે, એટલામાં જ સંતોષ મેળવ.’’
આચાર્યશ્રીની વાત સાંભળી આર્યને એમની ભૂલ પર ઘણો પસ્તાવો થયો. એમણે ગુરુનાં ચરણોમાં એમનું માથું મૂકીને અનેકવાર ક્ષમા માંગી અને વારંવાર આ પ્રતિજ્ઞાને ઉચ્ચારી કે ‘તેઓ ભવિષ્યમાં આ રીતની ભૂલ ક્યારેય નહિ કરશે.' પણ આચાર્યે એવું કહીને વાચના આપવાની મના કરી કે - ‘અંતિમ ચાર પૂર્વેની અનેક દિવ્ય વિદ્યાઓ અને ચમત્કારપૂર્ણ લબ્ધિઓથી ઓતપ્રોત જ્ઞાનને પામવા માટે તેઓ યોગ્ય પાત્ર નથી.’’’
વાસ્તવિકતાની જાણ થતાં જ સમસ્ત શ્રીસંઘ પણ આચાર્ય ભદ્રબાહુની સેવામાં હાજર થયો અને એમને ઘણા અનુનય વિનયથી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૭૩ ૧૦૭