________________
એક વ્યવહાર વચન માનવું જોઈએ. વ્યવહારમાં ઉપરના દિવસ અલ્પ હોવાના કારણે ગણતરીમાં એમનો ઉલ્લેખ ન કરી, મોટે ભાગે સંવત્સર તપ કહી દીધો છે. પ્રભુના એ પ્રથમ તપની અવધિ એક વર્ષથી થોડીક વધુ રહી. આ પ્રકારનો સ્પષ્ટ આભાસ “હરિવંશ પુરાણ'ના ઉલ્લેખ દ્વારા પ્રગટ થાય છે. આ ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે પ્રભુ ઋષભદેવનું પ્રથમ તપ ૧ વર્ષથી અધિક સમય સુધીનું રહ્યું, પણ વ્યવહારમાં ઉપરના દિવસોને ગૌણ માનીને એને વર્ષીતપ કહેવામાં
આવ્યો છે. શંકા-૨. બીજી શંકા બ્રાહ્મી અને સુંદરીના વિવાહ અને દીક્ષા
સંબંધમાં ઉઠાવવામાં આવી છે. પરંપરાગત માન્યતા અનુસાર આ બંને બહેનોને બાળ-બ્રહ્મચારિણી માનવામાં આવી છે. દિગંબર પરંપરાના માન્ય ગ્રંથોમાં આ બંનેને સ્પષ્ટરૂપે અવિવાહિત બતાવવામાં આવી છે. શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં ત્રણ પ્રકારની વિભિન્ન માન્યતાઓ ઉપલબ્ધ છે - (૧) “કલ્પસૂત્ર'માં બ્રાહ્મી અને સુંદરી ત્રણ લાખ શ્રમણીઓની પ્રમુખ સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે, ન કે સુંદરીની સાથે જ શ્રાવિકા-સમૂહની પ્રમુખા સુભદ્રાને બતાવી છે. કલ્પસૂત્ર'ના આ ઉલ્લેખથી એ જ સિદ્ધ થાય છે કે બંને બહેનોએ સાથે-સાથે દીક્ષા લીધી. (૨) “આવશ્યક, મલય અને ત્રિષષ્ટિ-શલાકા-પુરુષ ચરિત્ર' આદિમાં એ માન્યતા ઉપલબ્ધ થાય છે કે ભગવાન ઋષભદેવે જે સમયે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું, એ સમયે બ્રાહ્મી પ્રવ્રજિત થઈ ગઈ. સુંદરી પણ એ જ સમયે પ્રવ્રજિત થવા માંગતી હતી, પરંતુ ભરતે એમ કહીને પ્રવૃજિત થતા રોકી લીધી કે ચક્રવર્તી બન્યા બાદ એને (સુંદરીને) પોતાની પત્ની(સ્ત્રી-રત્ન)ના પદ પર સ્થાપિત કરશે. ભરત શ્રાવક બન્યો અને સુંદરી શ્રાવિકા.
(૩) ત્રીજી માન્યતા એવી પ્રચલિત છે કે ભગવાન ઋષભદેવે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 996969696969696969699 ૯ |