________________
જિનદત્ત અને એની પત્ની ઈશ્વરીએ પોતાના ચારેય પુત્રો અને આખા કુટુંબ સહિત ઝેર મેળવેલા ભોજનને આરોગીને સ્વેચ્છા-મૃત્યુની પસંદગી કરવાનો નિર્ણય લીધો. એક લાખ મુદ્રાઓ ખર્ચાને પણ જિનદત્ત પોતાના પરિવારના અંતિમ (ઝેર ભેળવેલા) ભોજન માટે ઘણી મુશ્કેલીથી માત્ર બે મૂઠી અનાજ મેળવી શક્યો. ઈશ્વરીએ એ અન્નને વાટી(દળી)ને ભોજન બનાવ્યું. એ ભોજનમાં ઝેર મેળવવા માટે ઈશ્વરીએ તત્કાળ મોતને વરાય એવી ઝેરીલી પડીકી ખોલી, તે જ વખતે યુગપ્રધાનાચાર્ય વજસેને ત્યાં આગમન કર્યું. મૃત્યુની નજીકની ઘડીમાં મુનિદર્શનને પોતાનો પરમ પુણ્યોદય માની ઈશ્વરીએ ગદ્ગદ થઈ મુનિને ભક્તિભાવે ત્રણ પ્રકારે વંદન કર્યા.
શ્રેષ્ઠીપત્નીના હાથમાં કાળકૂટ વિષ જોઈ આર્ય વજસેને કારણ પૂછ્યું. તેણીના મોઢેથી સાચી સ્થિતિની જાણ થતા જ આર્ય વજસેનને એમના ગુરુએ કરેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. ગુરુની ભવિષ્યવાણીના આધારે આચાર્ય વજસેને ઈશ્વરીને કહ્યું: “શ્રાવિકે ! ભોજનમાં ઝેર મેળવવાની કોઈ જરૂરત નથી. કાલે અહીં પ્રચુર માત્રામાં અન્ન ઉપલબ્ધ થઈ જશે.”
મુનિવચનોની અમોઘતામાં અનન્ય આસ્થાવાન ઈશ્વરીએ વિષની પડીકીને વાળી લઈ એનો નાશ કરવા માટે એક તરફ મૂકી દીધી. ઈશ્વરીના વારંવાર અનુરોધ કરવાથી આર્ય વજસેને વિશુદ્ધ આહારમાંથી બે કોળિયા ભોજન ગ્રહણ કર્યું.
એ જ રીતે અનાજથી લદાયેલાં વહાણો સોપારકપુરના બંદર પર આવ્યાં. સૂર્યોદય થતા જ નાગરિકોને જરૂરિયાત પ્રમાણે અનાજ મળવા લાગ્યું. જીવસટોસટના ભીષણ સંકટ ટળી જતા બધાંએ રાહતનો દમ લીધો. ( શ્રેષ્ઠી જિનદત્તના ઘરે પણ અશ પહોંચ્યું, બધાંએ જઠરાગ્નિને શાંત કરી. શ્રેષ્ઠીપત્ની ઈશ્વરીએ વીતેલા પ્રાણઘાતક સંકટની ઘટના ઉપર વિચારવિમર્શ કરીને પોતાના પતિ અને ચારેય પુત્રોને સંબોધીને કહ્યું: “જો મહામુનિ વજસેને પળવારનો પણ વિલંબ કર્યો હોત તો ૩૪૮ 999999999999] જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨)