________________
પોતાનો પરિચય આપવામાં આવેલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એની સાથે જ શાસ્ત્રીય માન્યતાનો ઉલ્લેખ મૂળમાં ન કરી ટિપ્પણીમાં કરવામાં આવ્યો છે. શું એનાથી
શાસ્ત્રીય માન્યતાની ગૌણતા પ્રગટ નથી થતી? સમાધાનઃ વસ્તુસ્થિતિ એ છે કે પ્રથમ ભાગમાં જે અનીકસેન આદિ છે
મુનિઓ સંબંધમાં વિવરણ આપવામાં આવ્યું છે, એનું શીર્ષક અને એ વિવરણને ધ્યાનપૂર્વક વાંચવામાં આવે તો આ પ્રકારની શંકાની આવશ્યકતા જ નથી રહેતી. " આ બધાં જ વિવરણનું શીર્ષક છે “અરિષ્ટનેમિ દ્વારા રહસ્યોદ્ઘાટન.” આ શીર્ષક જ એતદ્વિષયક શાસ્ત્રીય માન્યતાનો બોધ કરાવી દે છે. આ સિવાય આ આખ્યાનથી સંબંધિત પૂર્ણ શાસ્ત્રીય માન્યતાનું સીમાચિહ્ન દિગ્દર્શન કરાવવાની સાથે-સાથે એની પુષ્ટિમાં રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રકાર દ્વારા કરવામાં આવેલ વર્ણનનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યાં છે. એક તથ્યનું પ્રતિપાદન કરવા પૂર્વે એના વિવિધ પક્ષોને પ્રસ્તુત કરવાની પરંપરાને સદા સ્વસ્થ માનવામાં આવી છે. એ જ સ્વસ્થ પરંપરાનું અવલંબન લઈ આ પ્રકરણમાં “ચઉપન્ન મહાપુરિસ ચરિય'ના રચનાકારનો પક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જે પરમ વૈરાગ્યોત્પાદક તથા સરસ હોવાની સાથે-સાથે અધિકાંશ વિજ્ઞો માટે નવીન છે. એ પક્ષને પ્રસ્તુત કરતી વખતે એ વાતની પૂર્ણ સાવધાની રાખવામાં આવી છે કે જે બે
સ્થળોએ શાસ્ત્રીય માન્યતાથી ભિન્ન પ્રકારનો ઉલ્લેખ મળે છે, ત્યાં તથ્યના પ્રકાશાથે શાસ્ત્રીય માન્યતાની દ્યોતક ટિપ્પણ આપી દીધી છે. શાસ્ત્રો પ્રત્યે અગાધ શ્રદ્ધા અભિવ્યક્ત કરતા શાસ્ત્રીય મતોની સર્વોપરી પ્રામાણિકતાને અક્ષણ બનાવી રાખવાની પ્રશસ્ત ભાવનાથી પ્રેરિત થઈ જે વિશ પાઠકોએ જાગૃતતા દાખવી છે, તે
સાધુવાદને પાત્ર છે. ' ૧૪ 96969696969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)