________________
તથ્યોનું પ્રમાણ પુરસ્કર પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, એ આગમિક આર્ષ, આપ્ત અને પ્રાચીન મૂળ-ગ્રંથોના એકાધિક ઉદ્ધરણોનું આવશ્યકતાનુસાર ટિપ્પણ અથવા મૂળમાં આપી પુષ્ટ કરવામાં આવ્યા.
બીજો લાભ એ થયો કે ઇતિહાસના અનેક કોયડાઓને ઉકેલવા, અનેક ભ્રાંત ધારણાઓના નિરાકરણ, વિવાદાસ્પદ વિષયોનો નિર્ણયાત્મક નિષ્કર્ષ કાઢવા માટે તથા અનેક સ્થળોએ ઇતિહાસની તૂટેલી કડીઓના સંધાનમાં આ તુલનાત્મક અધ્યયન દ્વારા ઘણી સહાયતા મળી. કોઈ ગૂંચવાયેલી ઐતિહાસિક ગૂંચવણ પર ઉત્કટ ચિંતનની અવસ્થામાં ‘પરોક્ષપ્રિયાઃ વૈ દેવાઃ’ એ તથ્યની પણ અનુભૂતિ થઈ. અતઃ એ અચિંત્ય શક્તિ પ્રત્યે પણ મારો આંતરિક આભાર પ્રગટ કરું છું.
શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સંચાલક પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાએ ‘તિત્થોગાલીય પઇણા’, ભદ્રેશ્વરસુરિની કહાવલી' આદિની હસ્તલિખિત પ્રતોને વાંચવા અને એમનાં મહત્ત્વપૂર્ણ સ્થળોને લખવા માટેની સુવિધા પ્રદાન કરી, એના માટે હું એમનો હાર્દિક આભાર પ્રગટ કરું છું.
લબ્ધપ્રતિષ્ઠિત આગમ-વેત્તા, વયોવૃદ્ધ વિદ્વાન મુનિ શ્રી કલ્યાણવિજયજીએ અપ્રાપ્ય ગ્રંથ “હિમવંત સ્થવિરાવલી'ની હસ્તલિખિત પ્રતિની પ્રતિલિપિ કરવાની સુવિધા પ્રદાન કરી, પોતાનો પ્રેરણાદાયી આત્મવૃત્ત સંભળાવ્યો તથા દિશા-નિર્દેશન કરી મને અનુપ્રાણિત કર્યો, એ ઉપકાર પ્રતિ મારા અંતરના ઉદ્ગાર પ્રગટ કરવામાં હું પણ એ જ પ્રકારે અસમર્થ છું, જે પ્રકારે પ્રથમ વાર ગોળનો રસાસ્વાદન કરવાવાળો ગૂંગો ગોળનો સ્વાદ બતાવવામાં.
હું મારા અધ્યાપક પં. હીરાલાલજી શાસ્રી(બ્યાવર) પ્રત્યે પણ શ્રદ્ધાસિક્ત આભાર પ્રદર્શિત કરું છું. પંડિતજીએ દિગંબર પરંપરાના હસ્તલિખિત અને મુદ્રિત અનેક ગ્રંથ પ્રદાન કરવાની સાથે-સાથે માર્ગદર્શન આપ્યું અને દિગંબર પરંપરાના વિદ્વાનો સાથે પરિચય કરાવ્યો, જેનાથી મને મારા કાર્યમાં ઘણી સફળતા મળી.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭૭
૫