________________
(દિગંબર પરંપરામાં સંઘભેદ) શ્વેતાંબર પરંપરામાં ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર - આ ચાર શાખાઓ તેમજ વિવિધ કુળ પ્રગટ થયાં. આ જ રીતે દિગંબર પરંપરામાં પણ કાષ્ઠાસંઘ, મૂળસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ આદિ અનેક સંઘ તથા નંદીગણ, બલાત્કારગણ અને વિભિન્ન શાખાઓના ઉત્પન્ન થવાનો ઉલ્લેખ મળે છે. એનો સંક્ષિપ્ત (ટૂંકાણમાં) પરિચય અહીં આપવામાં આવી રહ્યો છે.
દિગંબર પરંપરાના સાહિત્યકારોનું એવું મંતવ્ય છે કે - “ભગવાન મહાવીરના નિર્વાણ પછી આચાર્ય અહંબલિ સુધી મૂળસંઘ અવિચ્છિન્ન રૂપે ચાલતો રહ્યો, પરંતુ વિ. નિ. સં. ૧૯૩માં જ્યારે આચાર્ય અહંબલિએ પંચવર્ષીય યુગ પ્રતિક્રમણના પ્રસંગે મહિમા નગરમાં એકઠા કરવામાં આવેલા મહાન યતિ-સંમેલનમાં આચાર્યો તેમજ સાધુઓમાં પોત-પોતાના શિષ્યો પ્રત્યે કેટલોક પક્ષપાત જોયો, તો એમણે મૂળસંઘને અનેક ભાગોમાં વહેંચી દીધો. ત્યાર બાદ મૂળસંઘના એ બધા ભાગ સ્વતંત્રપણે પોતપોતાના અલગ અસ્તિત્વ ધરાવવા લાગ્યા. એમણે એ વખતે જિનસંઘોનું નિર્માણ કર્યું, એમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે છે :
૧. નંદીસંઘ ૪. પંચસ્તૂપસંઘ ૭. ગુણધરસંઘ . વિરસંઘ ૫. સેનસંઘ ૮. ગુપ્તસંઘ ૩. અપરાજિતસંઘ ૬. ભદ્રસંઘ ૯. સિહસંઘ
૧૦. ચંદ્રસંઘ દિગંબર પરંપરાના કેટલાક માન્ય ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ ઊપલબ્ધ થાય છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભિન્ન-ભિન્ન સમયમાં થનારા અનેક સંઘમાંથી કેટલાક સંઘોમાં શિથિલાચાર પ્રસરી ગયો. આથી એ સંઘોની જેનભાસોમાં ગણના થવા લાગી. આચાર્ય દેવસેને આ પ્રમાણેના પાંચ સંઘોની ઉત્પત્તિનો ઉલ્લેખ કર્યો છે. એનાં નામ નીચે પ્રમાણે છે : ૨૯૪ 3903332330639 જેન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)