________________
જમ્મૂના વિવાહ
લગ્નના માંગલિક પ્રસંગે અમૂલ્ય ઝૂલ અને અલંકારોથી સુસજ્જિત હાથીની પીઠ ઉપર દેવવિમાન સમાન સુંદર અંબાડીમાં વર-વેશમાં જમ્મૂકુમાર આરૂઢ થયા. પોતાના સમયના ધનકુબેર શ્રેષ્ઠીવર ઋષભદત્તના પ્રાણપ્રિય એકમાત્ર પુત્ર જમ્બૂકુમારની વરયાત્રાને જોવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું. વરરૂપે તૈયાર થયેલ પરમ કાંતિમાન જમ્મૂકુમાર કન્યાઓના ઘરે પહોંચ્યા. વર-વધૂઓને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો અને સંપૂર્ણ વૈવાહિક-વિધિ-વિધાનની સાથે જમ્બૂકુમારની આઠેય વધૂઓની સાથે પાણિગ્રહણ એકસાથે જ કરાવવામાં આવ્યું. પાણિગ્રહણ સંપન્ન થવાની સાથે એ આઠેય સાર્થવાહોએ પોતાના જામાતા (જમાઈ) જમ્બૂકુમારને દહેજમાં ભોગોપભોગ યોગ્ય વસ્તાલંકારાદિ વિપુલ સામગ્રીઓની સાથે પ્રચુરમાત્રામાં સ્વર્ણમુદ્રાઓ પ્રદાન કરી. ત્યાર બાદ જમ્મૂકુમાર પોતાની આઠેય વધૂઓની સાથે ભવનમાં પાછા ફર્યા. ઋષભદત્ત અને ધારિણીએ પોતાના પુત્રના વિવાહોત્સવની ખુશી ઉપલબ્ધમાં ખુલ્લા હાથે સ્વજનો, સ્નેહીઓ, આશ્રિતો અને અપંગોને મન માંગ્યું આપી સંતુષ્ટ કર્યા.
નિશાના આગમનની સાથે જ જમ્મૂકુમારે આઠેય નવવધૂઓની સાથે પોતાના ભવનમાં શણગારવામાં આવેલા સુંદર શયનકક્ષમાં પ્રવેશ કર્યો. વિશાળ કક્ષના મધ્યભાગમાં અત્યંત સુંદર કલાકૃતિઓનાં પ્રતીક નવ સુખાસન એકબીજાની સંનિકટ ગોળાકારમાં રાખેલાં હતાં. જમ્મૂકુમારે એમાંથી મધ્યવર્તી સિંહાસન પર બેસીને મૃદુ અને શાંત સ્વરમાં પોતાની પત્નીઓને આસનો ઉપર બેસવા માટે કહ્યું. પ્રથમ મિલનની વેળાએ મુખ પર મધુર સ્મિત અને અતઃકરણમાં અગણિત સ્વપ્નાંઓ લઈને કંઈક સંકોચાતી, કંઈક લજ્જાથી એ આઠેય અનુપમ સુંદરીઓ પોતાના પ્રાણવલ્લભની બંને તરફ બેસી ગઈ.
પત્નીઓને પ્રતિબોધ
વાતાવરણની માદકતા, મધુરતા અને મોહકતા ચરમસીમાએ પહોંચી ચૂકી હતી; પરંતુ જમ્બૂકુમારના મન પર આ બધાનો લેશમાત્ર પણ પ્રભાવ ન હતો. તે તો જળકમળવત્ બિલકુલ નિર્લિપ્ત, વિરક્ત અને નિર્વિકાર બની રહ્યા.
૮૮
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)