________________
વૃદ્ધાએ જવાબ આપ્યો : “પાન્થ ! જે રીતે ચાણક્યએ મગધના છેવાડાનાં ક્ષેત્રોને જીત્યા વગર જ એકદમ વિશાળ સામ્રાજ્યની વચ્ચે રહેલ પાટલિપુત્ર નગર ઉપર આક્રમણ કરીને ભયંકર પરાજયની સાથોસાથ જીવ જોખમમાં મૂકવાની મૂર્ખતા કરી, એ જ રીતે આ મૂર્ખ બાળકે પણ થાળીના કિનારેની રાબ ન ખાઈને ગરમ-ગરમ રાબની વચ્ચે હાથ નાખી એનો હાથ દઝાડી મૂક્યો છે.” - ચાણક્યએ એ ગામડિયણ વૃદ્ધ વડે કરાયેલા મેંણાથી બોધપાઠ લીધો. મનોમન તે વૃદ્ધાનો ઉપકાર માનતો ત્યાંથી પોતાનો ભાવિ કાર્યક્રમ નક્કી કરીને સૂર્યોદય થવા પહેલાં જ અજ્ઞાત સ્થળે જતો રહ્યો.
અનેક વિપદાઓને વેક્યા પછી ચાણક્ય ચંદ્રગુપ્તની સરહદોથી કુશળ બહાર નીકળવામાં સફળ રહ્યો. સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા પછી ચાણક્યએ ફરી સૈન્ય સંગઠનનું કાર્ય આરંભી દીધું. આ વખતે એણે હિમાલયની તળેટીના રાજા પર્વતકની સાથે મિત્રતા કરી એને નંદનું અડધુ રાજ્ય આપવાનો વિશ્વાસ અપાવી ધનનંદના રાજ્ય - ઉપર ચઢાઈ કરવા માટે રાજી કરી લીધો. થોડાક જ સમયમાં ચંદ્રગુપ્ત પણ સશક્ત સેના સંગઠિત કરી લીધી. ચાણક્યના નિર્દેશ પ્રમાણે ચંદ્રગુપ્ત અને પર્વતકની સેનાઓએ સાથે મળીને મગધ રાજ્ય પર ચઢાઈ કરી દીધી અને મગધના એક પછી એક સરહદી વિસ્તારો અને નગરો પર આધિપત્ય મેળવતા જઈ અંતે પાટલિપુત્ર ઉપર આક્રમણ કરી દીધું. ઘમાસણ યુદ્ધ થયા પછી મગધની સેના યુદ્ધસ્થળ છોડી પલાયન કરી ગઈ. પાટલિપુત્રનું પતન થતાં જ ચંદ્રગુપ્ત ધનનંદને જીવતો જ પકડી પાડ્યો. આ સૈનિક અભિયાનની સફળતાનો બધો જ શ્રેય ચાણક્યને આપી શકાય છે. જેની ગૂઢ ફૂટનીતિક ચાલોને લીધે ચંદ્રગુપ્ત અને પર્વતકની સેનાઓએ નિરંતર સફળતા મેળવી.
(નંદવંશનો અંતઃ મૌર્યવંશનો અભ્યદય) ચંદ્રગુપ્ત એના ગુરુ ચાણક્ય સામે બંદીવાન બનાવેલા ધનનંદને હાજર કર્યો. ધનનંદે ચાણક્ય સામે જીવનની ભીખ માંગતા કહ્યું કે - “હવે તે એકાંતમાં ધર્મ-સાધના કરવા માંગે છે. ચાણક્યએ એની પ્રાર્થના સાંભળી એને કહ્યું કે - “તે એની બંને રાણીઓ, પુત્રી અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9995639696969696962{ ૧૮૯ ]