________________
ઉત્તમ પ્રચાર-પ્રસારની સાથોસાથ શ્રમણસંઘ પણ ઘણો અભિવૃદ્ધિ પામ્યો. શ્રમણોનો સંઘ દેશ-વિદેશના દૂર-સુદૂરના પ્રદેશોમાં જઈ ધર્મપ્રચાર કરવા લાગ્યો, પરિણામે આર્ય સુહસ્તિીની સર્વતોમુખી પ્રતિભા બેવડાઈને ચમકી ઊઠી અને મહાન પ્રભાવક હોવાને લીધે સમગ્ર સંઘમાં યુગપ્રધાનાચાર્ય રૂપે નામચીન બન્યા. ત્યારથી યુગપ્રધાનાચાર્યની ત્રીજી પરંપરા પણ વધારે સ્પષ્ટપણે ઊપસીને બહાર આવી. વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય આ બંને પદ કોઈક ગણવિશેષ સુધી સીમિત ન રહેતા યોગ્યતા-વિશેષથી સંલગ્ન રહ્યા. એટલા માટે જ આ બંને પદ ઉભય પરંપરાઓ અને કાલાન્તરમાં બધા ગણો માટે માન્ય રહ્યા.
યુગપ્રધાનાચાર્યનું મુખ્ય કર્તવ્ય બધા ગણોને એક તાંતણે બાંધી રાખીને મૂળ રીતિ-નીતિ ઉપર ચલાવવા, કપરા સંજોગોમાં શાસન સંરક્ષણની સાથોસાથ જૈન ધર્મની ગૌરવ અભિવૃદ્ધિમાં પોતાની યોગ્યતા અને પ્રતિભાનો પરિચય આપવો હતો. એમના વડે લેવાયેલો નિર્ણય જૈનેત્તર સમાજમાં પણ પ્રમાણભૂત માનવામાં આવતો હતો.
દુષમકાળ શ્રમણ સંઘ સ્તોત્ર પ્રમાણે ભ. મહાવીરના ધર્મશાસનમાં દુષમકાળના અંત સુધી સુધર્મા આદિ ૨૦૦૪ આચાર્યોને યુગપ્રધાન ગણવામાં આવ્યા છે.
વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્યની નવી વ્યવસ્થાનો તાત્કાલિક લાભ એ થયો કે ગણ, કુળ વગેરેના પ્રાદુર્ભાવ થવા છતાં પણ સંઘ એકસૂત્રે બંધાયેલું રહેવાને લીધે વેર-વિખેર થતો બચ્યો.
ઉપરની ત્રણેય પરંપરાઓના આચાર્યોના કાળની ઐતિહાસિક ઘટનાઓનો દેવદ્ધિક્ષમાશ્રમણ સુધીનો પરિચય આપતા પહેલાં અહીં ત્રણેય પરંપરાઓના આચાર્યોની નામસૂચિ પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
અહીં સર્વપ્રથમ, વાચકવંશ પરંપરાના નામથી પ્રસિદ્ધ આર્ય મહાગિરિની આચાર્ય પરંપરાની નામસૂચિ આપવામાં આવી રહી છે. જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999999 ૨૦૯ ]