________________
. ગોવાળોનો આ નિર્ણય સાંભળી સિદ્ધસેને પોતાની હાર સ્વીકારી લીધી અને કહ્યું : “ભગવન્! તમે મને દીક્ષિત કરી તમારો શિષ્ય બનાવી લો, કારણ કે સભ્યોએ તમારા વિજયની ઘોષણા કરી છે.”
આચાર્ય વૃદ્ધવાદીએ કહ્યું: “સિદ્ધસેન ! ભૃગુપુરમાં જઈને રાજ્યસભામાં આપણે બંને શાસ્ત્રાર્થ કરીશું, આ ગોવાળિયાઓની સામે કરાયેલા વાદનું શું મહત્ત્વ?”
સિદ્ધસેન છતાં પણ એમના વચન પર અટલ રહ્યા અને બોલ્યા: “મહારાજ! તમે કાળજ્ઞાની છો, માટે મને દીક્ષિત કરશે.” સિદ્ધસેનનો દઢ નિશ્ચય જોઈ આચાર્ય વૃદ્ધવાદીએ એમને દીક્ષિત કર્યા અને ત્યાર બાદ એમનું નામ કુમુદચંદ્ર રાખ્યું. કાલાન્તરમાં આચાર્યપદે નિયુક્ત કરાયા પછી કુમુદચંદ્રની આચાર્ય સિદ્ધસેન દિવાકરના નામથી પ્રસિદ્ધિ થઈ. પોતાના સુયોગ્ય શિષ્ય સિદ્ધસેનને આચાર્યપદે સ્થાપી વૃદ્ધવાદી અન્યત્ર વિહાર કરી ગયા અને સિદ્ધસેને અવંતી તરફ પ્રયાણ કર્યું.
અવંતીના સંઘે આચાર્યનું સાદર સ્વાગત કર્યું અને “સર્વજ્ઞપુત્ર આદિ બિરુદ આપી એમનો જયજયકાર કરતા નગરપ્રવેશ કરાવ્યો. સંજોગવશાત્ એ સમયે મહારાજ વિક્રમાદિત્ય હાથી પર સવાર થઈને એમની તરફ આવી રહ્યા હતા. “સર્વજ્ઞપુત્ર'નું બિરુદ સાંભળતાં જ એમણે કસોટી કરવા માટે હાથી ઉપર બેઠા-બેઠા જ મનોમન સિદ્ધસેનને પ્રણામ કર્યા. એના પ્રત્યુત્તરમાં સિદ્ધસેને હાથ ઊંચો કર્યો. રાજાએ આચાર્યને પ્રશ્ન કર્યો : “શું તમારું આશીર્વચન એટલું સસ્તું છે કે વંદન ન કરનાર વ્યક્તિને પણ વંદન કર્યા વગર જ તે આપી દેવામાં આવે છે ?” જવાબમાં આચાર્યએ કહ્યું : “રાજન ! તમે તનથી ભલે નહિ, પણ મનથી તો વંદન કર્યું છે.”
આથી પ્રસન્ન થઈ મહારાજ વિક્રમાદિત્યએ સર્વજન સમક્ષ હાથી ઉપરથી ઊતરીને એમને પ્રણામ કર્યા અને એમનાં ચરણોમાં એક કરોડ મુદ્રાઓની ભેટ ધરી દીધી.
ધન-ધાન્ય આદિ પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી આચાર્યએ વિક્રમાદિત્યને સમજાવતા કહ્યું: રાજનું! કંચન-કામિનીને ગ્રહણ કરવી તો દૂર, જૈન મુનિ એમને સ્પર્શતા સુધ્ધાં નથી.” ૨૩૦ 99999999999માં જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)