________________
ભગવાન મહાવીરે મગધસમ્રાટના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું : “રાજન્ ! આજ મગધના જનપદમાં સુગ્રામ નામક ગામમાં આર્જવ નામક એક રાષ્ટ્રકૂટ રહેતો હતો. એની પત્ની રેવતીના કૂખે ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર ઉત્પન્ન થયા. યુવાવસ્થામાં જ ભવદત્ત સંસારથી વિરક્ત થઈ આચાર્ય સુસ્થિતની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી લીધી અને એમની સાથે વિભિન્ન ક્ષેત્રો, નગરો અને ગ્રામોમાં વિચરણ કરતા-કરતા સંયમની સાધના કરવા લાગ્યાં.
એક વખત આચાર્ય સુસ્થિતના એક શિષ્યે એમની આજ્ઞા પ્રાપ્ત કરી કેટલાક શ્રમણોની સાથે પોતાના નાના સહોદરને દીક્ષિત થવાની પ્રેરણા આપવા હેતુ પોતાના ગામ પહોંચ્યો. ગામમાં એના નાના ભાઈના વિવાહ (લગ્ન) નિશ્ચિત થઈ ચૂક્યા હતા, માટે તે પ્રવ્રુજિત નહિ થયો અને ફલતઃ મુનિએ વગર કાર્યસિદ્ધિથી જ પરત આવવું પડ્યું. મુનિ ભવદત્તે પોતાના સાથી મુનિને વાતો-વાતોમાં કહી દીધું : “તમારા ભાઈના હૃદયમાં જો તમારા પ્રતિ પ્રગાઢ પ્રીતિ અને સાચો ભ્રાતૃપ્રેમ હોત તો ઘણા લાંબા સમય બાદ તમને જોયા પછી અવશ્યમેવ તમારી પાછળ-પાછળ ચાલ્યો આવતો.
મુનિ ભવદત્તનાં આ કથનને પોતાના ભ્રાતાના સ્નેહ ઉપર આક્ષેપ સમજીને એ મુનિને કહ્યું : “મુનિ ! કહેવું જેટલું સરળ છે, વસ્તુતઃ કરવું એટલું સરળ નથી. જો તમને તમારા ભાઈ પ્રત્યે એટલો દૃઢ વિશ્વાસ છે, તો તમે એમને પ્રવ્રુજિત કરીને બતાવી દો.”
ભવદત્ત મુનિએ કહ્યું : “જો આચાર્યશ્રી મગધ જનપદની તરફ વિહાર કરે તો થોડાક જ દિવસો પછી આપ મારા લઘુ ભ્રાતાને અવશ્ય જ મુનિવેશમાં જોશો.”
સંજોગવસાત્ આચાર્ય સુસ્થિત પોતાના શિષ્યો સહિત વિચરણ કરતા-કરતા મગધ જનપદમાં પહોંચી ગયા. મુનિ ભવદત્ત પણ પોતાના ગુરુની આજ્ઞા લઈ કેટલાક સાધુઓની સાથે પોતાના ગામમાં પહોંચી ગયા. મુનિ ભવદત્તનાં દર્શન કરી એમનાં પરિજન અને પરિચિત પરમ પ્રસન્ન થયા અને એમણે બધા શ્રમણોને નિરવદ્ય આહારાદિનું દાન આપીને પોતાની જાતને કૃતકૃત્ય સમજ્યા. જે સમયે ભવદત્ત પોતાના પરિવારના લોકોની વચ્ચે પહોંચ્યા, એના થોડાજ સમય પહેલાં ભવદેવનાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧