________________
ધ્યાન વડે આત્મસાધનામાં લીન હોઈશ એ સમયે કોઈની સાથે વાત કરીશ નહિ, અને કોઈએ મારી સાથે વાત કરવી નહિ. ધ્યાનના પારણા કર્યા પછી હું સાધુઓને પૂર્વોની દરરોજ ૭ વાચના આપીશ. એક વાચના ગોચરીથી આવ્યા પછી, ત્રણ વાચનાઓ કાળવેળાઓમાં અને ત્રણ વાચન સંધ્યાકાળે પ્રતિક્રમણ કર્યા પછી આપીશ. આ રીતે મારા ધ્યાનમાં પણ કોઈ વિદન આવશે નહિ અને સંઘના આદેશનો પણ અમલ થશે.”
શ્રમણ-સમૂહના પ્રમુખોએ ભદ્રબાહુની આ શરત સ્વીકારી લીધી અને આર્ય સ્થૂળભદ્ર આદિ ૫૦૦ મેધાવી શ્રમણોને આચાર્યએ એમની પ્રતિજ્ઞા પ્રમાણે પૂર્વોની વાચના આપવી શરૂ કરી. વિષયની જટિલતા, દુષ્કરતા અથવા ઈચ્છા પ્રમાણેની ધારેલી વાચનાઓ ન મળવાના કારણે ધીમે-ધીમે ૪૯૯ શિક્ષાર્થી-શ્રમણ હતાશનિરુત્સાહ થઈ ભણવાનું બંધ કરી ત્યાંથી પાટલીપુત્ર પાછા ફર્યા, પણ આર્ય સ્થૂળભદ્ર પૈર્ય, લગન અને ઘણા પરિશ્રમથી નિરંતર આચાર્ય ભદ્રબાહુની પાસે પૂર્વોનું અધ્યયન કરતા રહ્યા. આ રીતે પોતાના ૧૨ વર્ષના મહાપ્રાણ-ધ્યાનના બાકીના સમયમાં આચાર્યએ આર્ય પૂળભદ્રને અવિરત ૮ વર્ષ સુધી વાચનાઓ આપી અને આ અવધિમાં આર્ય સ્થૂળભદ્ર આઠ પૂર્વેના જ્ઞાતા બની ગયા.
ત્યાર બાદ સ્થૂળભદ્રએ ભદ્રબાહુને પૂછ્યું : “ભગવન્! હવે મારું કેટલું અધ્યયન બાકી છે?” - આચાર્ય ભદ્રબાહુએ ઉત્તરમાં કહ્યું : “સૌમ્ય ! સાગરના અમાપ જળમાંથી એક ટીપા સમાન તારું અધ્યયન પૂર્ણ થયું છે. આ એક બિંદુ સિવાયનું આખા સાગર સમાન જ્ઞાનનું અધ્યયન બાકી છે.”
પોતાના શિષ્યના ઉજળા વદન પર નિરાશાની હલકી કાળી છાયા જોઈ આચાર્યએ એમને આશ્વાસન આપતાં કહ્યું : “હતાશ-નિરાશ ન થઈશ. સૌમ્ય ! હું તને બાકીના પૂર્વોનું અધ્યયન ઘણી ઝડપથી કરાવી દઈશ.” જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696; ૧૦૫ |