________________
જયશ્રી ,
કરી રાજગૃહ નગરના અતિ સમૃદ્ધ શ્રેષ્ઠીઓને ત્યાં પુત્રીઓના રૂપે ઉત્પન્ન થઈ. એ ચારેય કન્યાઓ અને એમનાં માતા-પિતાના નામ આ પ્રમાણે છે : પુત્રીનું નામ
માતાનું નામ ૧. સમુદ્રશ્રી સમુદ્રપ્રિય પદ્માવતી ૨. પદ્મશ્રી સમુદ્રદત્ત કમલમાલા ૩. પવસેના સાગરદત્ત વિજયશ્રી ૪. કનકસેના કુબેરદત્ત
લગભગ એ જ દિવસોમાં અન્ય ચાર કન્યાઓએ પણ રાજગૃહના સંપન્ન કુળોમાં જન્મ ગ્રહણ કર્યો. એમનાં તથા એમનાં માતા-પિતાનાં નામ આ પ્રમાણે છે :
પુત્રીનું નામ પિતાનું નામ માતાનું નામ ૧. નભસેના કુબેરસેન કમલાવતી ૨. કનકશ્રી શ્રમણદત્ત સુષેણા ૩. કનકાવતી
વસુષેણ
વિરમતી ૪. જયશ્રી વસુપાલિત જયસેના
જે પ્રમાણે કલ્પવૃક્ષનું છોડ ક્રમશઃ વૃદ્ધિગત થાય છે, બરાબર એ જ રીતે પાંચ નિપુણ ધાત્રીઓની સાર-સંભાળ અને દેખ-રેખમાં બાળક જબૂકુમાર વધવા લાગ્યા. યોગ્ય વય થતા જબ્બકુમારે સુયોગ્ય આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરી અને યુવાવસ્થામાં પદાર્પણ કરતા પહેલાં જ સમસ્ત વિદ્યાઓ અને કલાઓમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી.
જબૂકુમારની સાથે ઉપર-વર્ણિત આઠ શ્રેષ્ઠી કન્યાઓએ પણ યુવા- 1 વસ્થામાં પદાર્પણ કર્યું. પ્રગાઢ પૂર્વ સંબંધના કારણે જખૂકુમારની યથોગાથાઓ સાંભળતાં જ આઠેય શ્રેષ્ઠી કન્યાઓએ જબ્બકુમારને પતિરૂપે વરવાનો મનોમન અટલ નિશ્ચય કરી લીધો. પોતાની પુત્રીઓની આંતરિક અભિલાષાઓ જાણીને આઠેય બાળાઓનાં માતા-પિતાએ પરમ હર્ષ અનુભવતા જણૂકુમારનાં માતા-પિતાની પાસે એમના એકમાત્ર પુત્ર જબૂકુમારની સાથે પોતાની પુત્રીઓના વિવાહ-પ્રસ્તાવ રાખ્યા. ઋષભદત્ત અને ધારિણીએ પણ એમના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો. [ ૮૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)