Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એ વખતે પારસમલજી ૩૦ વર્ષના હતા. કેટલાંયે માંગાંઓ આવ્યાં તેમજ કુટુંબીઓનું કેટલુંયે દબાણ રહ્યું, પણ તેઓ ટસના મસ ન થયા. પોતાના ગુરુની વાતને પથ્થરની લકીર માની કુટુંબીઓના ઘણા આગ્રહ છતાં પણ પુનર્લગ્ન કર્યા નહિ.
ગુરુના નાના અમથા વાક્યને શિરોધાર્ય કરી પારસમલજીએ પોતાના જીવનમાં પણ નવું સાંસારિક કાર્ય પણ કર્યું નહિ, કોઈ વ્યાપાર કર્યો નહિ, કોઈ જમીન-સંપત્તિ, સોનું, ચાંદી, ઘરેણાં વગેરે ખરીદ્યો નહિ. પોતાના જીવનનાં બાકીનાં ૫૪ વર્ષ ગુરુસેવા તેમજ સંયુક્ત પરિવારમાં રહીને ધર્મ-ધ્યાનમાં ગાળ્યા. ચાતુર્માસ સિવાય પણ મહિનાઓ સુધી તેઓ ગુરુસેવામાં રહ્યા અને એમની વિહાર યાત્રાઓમાં પણ સાથે જતા હતા. સત્સંગ, બ્રહ્મચર્ય, ધર્મધ્યાન વગેરેથી તેઓ નીરોગી રહેતા હતા. ગુરુના એક વચન ઉપર એમણે એમના જીવનની સમગ્ર સાંસારિક ઇચ્છાઓથી મોટું ફેરવી લીધું અને પાછળ ફરીને ક્યારેય પણ જોયું નહિ. આદર્શ પિતા:
એ સમયે નાગૌરમાં આજની જેમ વિદ્યાલયો ન હતા. કિશનલાલ ગુરાંસાની પૌશાળા(પાઠશાળા)માં જ બાળકોને ભણવા માટે મોકલવામાં આવતાં હતાં. અભિભાવક એક નારિયેળ લઈ જતા અને પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવી દેતા. પારસમલજી ભલે પોતે ભણી ન શક્યા, પણ દીકરાને સારું ભણાવવાની ગાઢ તમન્ના એમના મનમાં હતી. એમણે શિખરમલને જે સમયે પૌશાળામાં પ્રવેશ અપાવ્યો, એ વખતે શ્રીફળની સાથે ગુરાંસા ને સવા પાંચ રૂપિયા પણ ભેટમાં આપ્યા. એ વખતે સવાપાંચ રૂપિયાની ઘણી કિંમત હતી. તેઓ દરેક મહિને ગુરાસાને દીકરાના ભણતર વિશે પૂછતા હતા. એ પ્રમાણે શિખરમલ પ્રત્યે ગુરાંસા(ગુરુજી)ને વ્યકિતગત રસ પડવા માંડ્યો હતો. એમણે ઓછી વય હોવા છતાં પણ બે વર્ષ પછી શિખરમલને બમણો લાભ આપતા પાંચમા ધોરણમાં દાખલ કરી દીધો.
આ તરફ પારસમલજીને એવી જાણકારી મળી કે મદ્રાસમાં સારું ભણતર થાય છે. એમણે મનમાં એવું નક્કી કરી લીધુ કે - “દીકરાને ભણવા માટે મદ્રાસ મોકલવો છે.” એ દિવસોમાં એમના નાના ભાઈ ૩૫ર 999999999999ીન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)