Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આપણે બધાં અવ્રતાવસ્થામાં જ અકાળ મૃત્યુના કોળિયા બનીને અધોગતિ પામતા. જીવન-મૃત્યુના સંધિકાળના અંતિમ ક્ષણમાં મુક્તિના દેવતાના રૂપમાં મુનિ હાજર થયા અને એમણે આપણને બધાંને મૃત્યુના મુખમાં જતા બચાવ્યાં. આથી આપણાં બધાં માટે શ્રેયસ્કર એ જ થશે કે આપણે લોકો આચાર્ય વજ્રસેન પાસે શ્રમણદીક્ષા ધારણ કરી તપ અને સંયમની ભઠ્ઠીમાં આપણાં કર્મોને બાળીને હંમેશાં માટે આ દારુણ દુ:ખ-દાવાનળથી બચવાનો પ્રયત્ન કરીએ.”
ઈશ્વરીના આ અત્યંત સુંદર સુઝાવના વખાણ કરીને જિનદત્ત આદિ બધાંએ સંસારથી વિરક્ત થઈ પ્રવ્રુજિત થવાનો દૃઢ સંકલ્પ કર્યો.
ધનિક જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તેમજ એમના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર આ ચારેય પુત્રોએ અપાર વૈભવ અને સમસ્ત સાંસારિક ભોગોને ઠોકર મારી આર્ય વજ્રસેન પાસે સર્વવિરતિ રૂપ અણગારધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. ઈશ્વરીએ એ સંક્ટકાળથી શિક્ષા (બોધ-પાઠ-લઈ) લીધી અને એના ચિંતનની સાચી દિશાએ એ દારુણ સંકટના અભિશાપને પણ સ્વયં તેમજ એના કુટુંબ માટે વરદાનરૂપે બદલી દીધો.
સાધ્વી ઈશ્વરીનું જીવન બધાં માટે એક ઘણું જ પ્રેરણાત્મક છે. એ મનુષ્યમાત્રને નિરંતર એ જ પ્રેરણા આપતું રહે છે કે - ‘ઓ માનવ ! દુઃખની ઠોકર ખાઈને પોતાની જાતને સંભાળ, એ જ ક્ષણથી એવા પ્રયત્નમાં લાગી જા, જેનાથી તારે ક્યારેય દુઃખનો દિવસ જોવો ન પડે.’
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭
૩૪૯

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386