Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્યા રુદ્રસીમાએ કઠોર તપ કરીને અનેક વર્ષો સુધી વિશુદ્ધ સંયમની સાધના કરી આર્યા રુદ્ર સોમાના બંને જ જીવન - ગૃહસ્થજીવન અને સાધ્વીજીવન મનુષ્યમાત્રા માટે ઘણા પ્રેરણાદાયક છે. વંશ વિસ્તાર અને પોતાના વંશની પરંપરાની અખંડતા જાળવી રાખવી અર્થાત્ વંશનું નામ સ્થાપી રાખવાની લોકારૂઢ વાતનું સ્વ-પરકલ્યાણની તુલનામાં રુદ્રસીમાની સામે કોઈ મહત્ત્વ ન હતું. તેણી માનવજીવનની સફળતા, વંશ-વિસ્તારથી નહિ, પરંતુ સ્વ-પરકલ્યાણમાં માનતી હતી. એના વંશનું નામ આગળ ચાલશે કે નહિ, આ વાતની લેશમાત્ર પણ ચિંતા કર્યા વગર તેણીએ એના બેઉ પુત્રોમાં ઉચ્ચ કોટિના સંસ્કારોનું સિંચન કરી એમને અધ્યાત્મ-સાધનાપથના પથિક અને પથપ્રદર્શક બનવા તેમજ પોતાનું તેમજ બીજાનું કલ્યાણ કરવાની ઉમદા પ્રેરણા આપી. રુદ્રસોમાની પ્રેરણાના પ્રતિફળ રૂપે જ બાળક રક્ષિત આગળ જતા યુગપ્રધાનાચાર્ય આર્ય રક્ષિત બન્યો. આર્ય રક્ષિતની આધ્યાત્મિક સફળતાનું મૂળ શ્રેય રુદ્ર સોમાને જ જાય છે. જૈન ઇતિહાસમાં અનુયોગોના પૃથક્કર્તાઓના રૂપમાં આર્ય રક્ષિતના નામની સાથે-સાથે પુરોહિત સોમદેવ અને ખાસ કરીને રુદ્ર સોમાનું નામ અમર થઈ ગયું.
(સાધ્વી ઈશ્વરી) * ગર્ભકાળથી લઈ મૃત્યુ સુધી દરેક મનુષ્ય નાના-મોટા કોઈ ને કોઈક પ્રકારનાં દુઃખથી ઘેરાયેલો રહે છે. દારુણ દુઃખની ઘડી વીતી જતા મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જઈ ફરી મૃગજળ સમાન સુખની શોધમાં દોડવા લાગે છે. ફરી દુઃખ ઘેરી વળે છે, થોડા વખત પછી ફરી એમને ભૂલી જાય છે. લાખોમાંથી એકાદ એવો કોઈ વિરલી નીકળી આવે છે કે, જે પોતાની ઉપર આવેલાં દુઃખોમાંથી બોધપાઠ લઈ સદા-સર્વદા માટે દુઃખોથી છુટકારો મેળવવા માટે સાચો અને ખરો પ્રયાસ કરે છે. ' વિ. નિ.ની છઠ્ઠી સદીના અંતિમ દાયકામાં થયેલી સાધિકા ઈશ્વરીની ગણના એ વિરલાઓની શ્રેણીમાં અગ્રસ્થાને કરી શકાય છે. ભીષણ દુકાળજન્ય અન્નના અભાવની બીભત્સ સંકટજન્ય સ્થિતિમાં ભૂખથી રિબાઈ-રિબાઈને મરવાની જગ્યાએ સોપારક નગરના (અત્યંત સંપત્તિવાન) | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 969696969696969696969694 ૩૪૭ |