Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
છે. એક પળ પહેલાં તો મોહના માદક નશામાં ચૂર હતી, તો બીજી જ પળે તે ત્યાગમાર્ગની પથિક બની ગઈ. તે કરોડપતિ શ્રેષ્ઠીની એકમાત્ર પુત્રી હતી. આર્ય વજ્રના વિવેચનમાં આ ઘટનાનું વર્ણન થઈ ગયું છે. સાધ્વી રુદ્રસોમા
જો કોઈક પરિવારમાં ધર્મ પ્રત્યે આંતરિક તેમજ અનન્ય નિષ્ઠા રાખનારો એક પણ સભ્ય હોય તો તે આખા કુટુંબનો ઉદ્ધાર કરી નાખે છે. ભવસાગર પાર કરાવી દે છે. સાધ્વી બનવા પહેલાં રુદ્રસોમાનું ગૃહસ્થજીવન આ તથ્યનું એક આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે.
રુદ્રસોમા દશપુરના વેદવિદ્ સોમદેવની પત્ની હતી. સોમદેવ દશપુરનરેશના રાજપુરોહિત હતા. એમનું રાજ્યકુટુંબ, રાજ્યસભા, સમાજ તેમજ સમગ્ર પ્રજાવર્ગમાં ઘણું માન-સન્માન હતું. રુદ્રસોમા જૈન ધર્મ પ્રત્યે પ્રગાઢ નિષ્ઠાવાન શ્રદ્ધાળુ શ્રાવિકા હતી.
રુદ્રસોમાએ વી. નિ. સં. ૫૨૨માં એક મહાન ભાગ્યશાળી પુત્ર આર્ય રક્ષિતને જન્મ આપ્યો. આગળ જતા આર્ય રક્ષિત જૈન ધર્મના પરમ-દ્યોતક મહાન પ્રભાવક યુગપ્રધાનાચાર્ય થયા. રુદ્રસોમાના બીજા પુત્રનું નામ ફલ્ગુરક્ષિત હતું. શરૂઆતનું શિક્ષણ પૂરું થતાં સોમદેવે પોતાના પુત્ર રક્ષિતને ઉચ્ચ શિક્ષા માટે પાટલિપુત્ર મોકલ્યો. પાટલિપુત્રમાં અનેક વર્ષો સુધી વિદ્યાધ્યયન કરીને કુશાગ્ર બુદ્ધિ રક્ષિતે છ એ છ અંગો સહિત વેદોનો અભ્યાસ કર્યો. બધી વિદ્યાઓમાં દક્ષ થયા પછી વી. નિ. સં. ૫૪૪માં જ્યારે રક્ષિત પાટલિપુત્રથી દશપુર ગયો, તો રાજા અને પ્રજાએ ભવ્ય સમારંભ સાથે નગરપ્રવેશ કરાવીને સન્માન કર્યું. પરંતુ માતા રુદ્રસોમાએ આ વિદ્યા પ્રાપ્તિ માટે જરા પણ ખુશી બતાવી નહિ. રક્ષિતે માતાની ઉપેક્ષાનું કારણ પૂછ્યું, તો રુદ્રસોમાએ શાંત સ્વરે કહ્યું : ‘વત્સ ! અરે સંસારમાં એવી કઈ અભાગી મા હશે જે પોતાના પુત્રની સફળતા પર પ્રસન્ન ન થાય ! તારી સફળતાથી બધા રાજી છે, પણ તું જે વિદ્યામાં પ્રવીણ થઈને આવ્યો છે, એ વિદ્યાનું ફળ સાંસારિક ઉપભોગ કરવા તેમજ પોતાનું અને પોતાનાં પરિજનોનું ભરણ-પોષણ કરવા સુધી જ સીમિત છે. સ્વ-પર-કલ્યાણ અથવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭૭૧ ૩૪૫