Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય સ્થૂળભદ્ર અને ત્યાર બાદ યક્ષા આદિ સાત બહેનોના પ્રવ્રજિત થયાના થોડા સમય પછી સ્થૂળભદ્રના અનુજ શ્રીયકે પણ શ્રમણધર્મની દીક્ષા લીધી. સાધ્વી યક્ષાએ પોતાના નાના ભાઈ મુનિ શ્રીયકને એકાશન અને ઉપવાસ કરવાની પ્રેરણા આપી. દીર્ઘ ઉપવાસના ફળસ્વરૂપ પરમ સુકુમાર શ્રીયકના દેહાંતથી એમને ઘણું દુઃખ થયું. થક્ષાએ મુનિ શ્રીયકના સ્વર્ગસ્થ થવા માટે પોતાને દોષી ગણીને ઉગ્ર તપસ્યા કરવી શરૂ કરી, અનેક પૂર્વાચાર્યોએ એવી માન્યતા અભિવ્યક્ત કરી છે કે – “યક્ષાની કઠોર તપસ્યાથી ચિંતિત થઈ સંઘે શાસન દેવીની સાધના કરી. દેવી સહાયતા(મદદ)થી સાધ્વી યક્ષા મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની સેવામાં પહોંચી, ભગવાન સીમંધર સ્વામીએ સાધ્વી યક્ષાને નિર્દોષ ગણાવીને એને ચાર અધ્યયન ચૂલિકા રૂપે પ્રદાન કર્યા.
આમ આર્ય સંભૂતિવિજયના આચાર્યકાળમાં દીક્ષિત થઈ આર્યા યક્ષા આદિએ સાધ્વીસંઘમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું.
(આય પોઈણી) વાચનાચાર્ય આર્ય બલિસ્સહના સમયમાં (વી. નિ. સં. ૩૦૦ થી ૩૩૦ની આસપાસ) વિદૂષી મહાસતી પોણી અને અન્ય ૩૦૦ નિગ્રંથિની સાધ્વીઓની હયાતીનો ઉલ્લેખ “હિમવંત સ્થવિરાવલી'માં ઉપલબ્ધ થાય છે. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલ દ્વારા વિ. નિ.ની ચોથી સદીના પ્રથમ ચરણમાં કુમારગિરિ ઉપર આયોજિત આગમ પરિષદમાં વાચનાચાર્ય આર્ય બલિસ્સહ અને ગણાચાર્ય આર્ય સુસ્થિત, સુપ્રતિબુદ્ધની પરંપરાઓના ૫૦૦ શ્રમણોના વિશાળ સમૂહની સાથે સાધ્વી પ્રમુખ પોઇણી આદિ ૩૦૦ નિગ્રંથ શ્રમણીઓના ઉપસ્થિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. - આગમના પાઠોને સ્થિર-સુનિશ્ચિત કરવામાં જે સાધ્વીની સહાયતા લેવામાં આવી હોય, એ સાધ્વી કેટલી મોટી જ્ઞાન-સ્થવિરા, આગમ - મર્મજ્ઞા, પ્રતિભાશાળી અને પ્રકાંડ વિદુષી હશે, એનું અનુમાન સહજ જ લગાવી શકાય છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સાધ્વી પોઇણીની જ્ઞાન-ગરિમાનો ઘણો સમાદર કરતો હતો અને સંઘમાં એમનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ હતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23969696969696969690 ૩૪૩