Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઇચ્છા દર્શાવી. મુરુંડરાજે પોતાની બહેનને દીક્ષા માટે રજા આપતા પહેલાં પરીક્ષા કરવાનું વિચાર્યું કે કયો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, જેમાં દીક્ષિત થઈ એની બહેન ખરા અર્થોમાં આત્માનો ઉદ્ધાર કરી શકે. એને પરીક્ષા કરવા માટે એક ઉપાય સૂક્યો. એણે હાથીશાળાના મહાવતને આજ્ઞા કરી કે - “તે હાથી શાળામાંના બધાથી મોટા વિશાળકાય હાથી ઉપર બેસીને રાજમહેલની નજીક રાજપથના ચાર રસ્તા ઉપર ઊભો રહી જાય. જ્યારે પણ ત્યાં કોઈ પણ ધર્મની કોઈ સાધ્વી આવે તો એની તરફ હાથીને તીવ્રગતિએ હંકારીને કઠોર શબ્દોમાં ચૈતવણી આપે કે - “તે બધાં જ વસ્ત્રોને તરત ઉતારીને નિર્વસ્ત્ર થઈ જાય, નહિ તો મદોન્મત્ત હાથી એને કચડી નાખશે.”
મુરુંડરાજ રાજમહેલના ઝરૂખામાંથી જોઈ લેતો કે મહાવત એના આદેશનું યથાવતુ પાલન કરી રહ્યો છે અને એ તરફથી આવેલી સાધ્વીઓ ભીમકાય ગજરાજને પોતાની તરફ ઝડપથી વધતો જોઈ મહાવતની ચેતવણી પ્રમાણે પોતાનાં વસ્ત્ર ફેંકી દેતી હતી. આ જોઈ મુરુંડરાજ નિરાશ થયો કે એવી કોઈ સમર્થ સાધ્વી નથી, કે જેની પાસે એની સહોદરા પ્રવ્રજિત થઈ શકે. - - તે આ વિચારમાં જ હતો કે એને મહાવતની ચેતવણી સંભળાઈ. મુરુંડરાજે ઝરૂખા(છજ્જા)માંથી જોયું કે હાથી એક શ્વેતાંબરા કૃશકાય સાધ્વીની તરફ આગળ વધી રહ્યો છે. સાધ્વી શાંત, સહજ અને નીડરતાપૂર્વક પોતાના મંતવ્યની તરફ આગળ વધી રહી છે. જયારે હાથી થોડેક જ દૂર હતો તો સાધ્વીએ પોતાની મુહપત્તી (મુખવસ્ત્ર) હાથી તરફ નાંખી. એનાથી હાથી એકદમ ઊભો રહી ગયો, મુખપત્તીને સૂંઢ વડે પકડીને આમતેમ જોઈ અને એને એક તરફ નાખી ફરી સાધ્વીજી તરફ ભાગ્યો. મહાવત જોર-જોરથી બૂમો પાડીને સાધ્વીને ચેતવી રહ્યો હતો, આથી સાધ્વીએ પોતાનું રજોહરણ હાથી તરફ નાખ્યું. હાથી ફરી અટક્યો. એણે રજોહરણને પોતાની સૂંઢમાં પકડી હવામાં ફેરવ્યું અને પછી એક તરફ નાંખી દીધું. આમ આ રીતે ફરી હાથીના આગળ વધવાથી સાધ્વી પોતાના પાત્ર તેમજ ધર્મોપકરણો એક પછી એક એમ ફેકતી ગઈ અને હાથીની ગતિને રોકતી ગઈ. આ બધું જોઈ ત્યાં ઉપસ્થિત જનસમૂહ સ્તબ્ધ રહી ગયો જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) DDDDDDDDDD) ૩૪૧]