Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ન (સાધ્વી સરસવતી) આ વી. નિ.ની પાંચમી સદીના પૂર્વાદ્ધ(આર્ય ગુણાકરના સમયમાં દ્વિતીય કાલકાચાર્યની સાથે એમની ભગિની (બહેન) સરસ્વતી દ્વારા શ્રમણી દીક્ષા ગ્રહણ કરી. દ્વિતીય કાલકાચાર્યના પ્રકરણમાં સાધ્વી સરસ્વતીનો પૂરો પરિચય આપી દેવામાં આવ્યો છે. સાધ્વી સરસ્વતીએ પોતાની ઉપર આવેલા સંકટમાં ઘણી હિંમતથી કામ લીધું. રાજા, ગર્દભિલ્લના રાજમહેલમાં બંદિનીની જેમ બંધ કરવામાં આવી, ગર્દભિલ્લ દ્વારા અનેક પ્રકારની યાતનાઓ, ભય અને પ્રલોભન આપવામાં આવ્યાં, છતાં પણ તેણી સત્યમાર્ગેથી ચલાયમાન થઈ નહિ. ગર્દભિલ્લના પાશથી મુક્ત થયા પછી આર્યા સરસ્વતીએ આત્મશુદ્ધિપૂર્વક આજીવન કઠોર તપ અને સંયમની સાધના કરી અને અંતમાં સમાધિપૂર્વક દેહ ત્યજીને સદ્ગતિ મેળવી.
(સાધ્વી સુનંદા) વી. નિ.ની પાંચમી સદીના બીજા અને ત્રીજા ચરણમાં થયેલી. સાધ્વી સરસ્વતી પછી વી. નિ. સં. ૨૦૪ની આસપાસ આર્ય વજની માતા સુનંદાએ આર્ય સિંહગિરિની આજ્ઞાનુવર્તી સ્થવિરા સાધ્વીની પાસે શ્રમણીધર્મની દીક્ષા ગ્રહણ કરી. ધનગિરિ જેવા ભવવૈરાગી મહાન ત્યાગીની પત્ની અને આર્ય વજ જેવા મહાન યુગપ્રધાનાચાર્યની માતા સુનંદાનો ગરિમાભર્યો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં હંમેશાં સુવર્ણ અક્ષરોમાં કરવામાં આવતો રહેશે. ભરજુવાનીમાં સુનંદાએ ગર્ભવતી હોવા છતાં પણ દીક્ષિત થવા માટે અધીરા થયેલા પોતાના પતિને પ્રજિત થવાની અનુમતિ આપી, જે આદર્શ ભારતીય નારીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું, જે અદ્વિતીય છે. આર્યા સુનંદાનો વિસ્તૃત પરિચય આર્ય સિંહગિરિના પ્રકરણમાં આવી ગયો છે.
(બાળ બહાચારિણી સાધ્વી રુકિમણી) - વીર નિર્વાણની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયેલ ઉચ્ચ કોટિનો ત્યાગ કરનારી મહા-મહિમાવાન સ્ત્રીઓમાં સાધિકા રુકિમણીનું પણ ઘણું ઊંચુ સ્થાન છે. વસ્તુતઃ રુક્મિણીનો ત્યાગ ઘણો અનોખો અને નિરાળો ૩૪૪ 9696969999999 રન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)