Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પછી તે કેટલી પણ મોટી કેમ ન હોય, પ્રેમપૂર્વક સાવધાન કરવામાં લેશમાત્ર સંકોચ કરતી નહિ. એમણે સાધ્વી મૃગાવતી જેવી ઉચ્ચ કોટિની સાધિકાને પણ પ્રભુના સમવસરણમાં અસમય સુધી બેસી રહેવા પર વખોડવામાં સંકોચ રાખ્યો નહિ. એ ટકોરથી મગાવતીએ પણ પોતાની ભૂલ માટે નિશ્છલ-ભાવ તેમજ વિશુદ્ધ અંતઃકરણથી પશ્ચાત્તાપ કર્યો અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એક લાંબા સમય સુધી જિનશાસનની સેવા તેમજ સ્વ-પરકલ્યાણ કરતા રહીને પ્રવર્તિની ચંદનબાલાએ ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને ત્યાર બાદ, અવશિષ્ટ ચાર અઘાતીકર્મોનો નાશ કરી અંતે અખંડ, અવ્યાબાધ, અનંત આનંદસ્વરૂપ મોક્ષ મેળવ્યો. ભગવાનના સંઘની ૩૬૦૦૦ સાધ્વીઓમાંથી ચંદનબાલા સહિત ૧૪૦૦ સાધ્વીઓએ મોક્ષ મેળવ્યો.
જમ્બુકુમારની માતા ધારિણી આદિ
વી. નિ. સં. ૧ માં જ્યારે રાજગૃહીમાં આર્ય સુધર્માના ઉપદેશથી શ્રેષ્ઠીકુમાર જમ્મૂ ભવપ્રપંચથી વિરક્ત થઈ દીક્ષિત થયા, એ વખતે સત્તર (૧૭) ઉચ્ચકુળની નારીઓએ પણ આર્યા સુવ્રતાની સેવામાં શ્રમણીધર્મની દીક્ષા લીધી. તેઓનાં નામ આ પ્રમાણે છે : ૧. આર્યા ધારિણી (જબૂકુમારની માતા)
જમ્બુકુમારની સાસુ-માતાઓ : ૨. પદ્માવતી, ૩. કમલમાલા, ૪. વિજયશ્રી, ૫. જયશ્રી, ૬. કમલાવતી, ૭. સુસેણા, ૮. વીરમતી, ૯. અજયસેના.
જમ્બુની ધર્મપત્નીઓ ઃ ૧૦. સમુદ્રશ્રી, ૧૧. પદ્મશ્રી, ૧૨. પદ્મસેના, ૧૩. કનકસેના, ૧૪. નભસેના, ૧૫. કનકશ્રી, ૧૬. કનકવતી, ૧૭. જયશ્રી.
પરમ વૈરાગી જબૂકુમારનાં વૈરાગ્ય જન્માવનારા તેમજ યુક્તિસંગત હિત-મિત વચનોથી પ્રભાવિત થઈ એ ૧૭ સ્ત્રીઓએ આર્યા સુવ્રતાની પાસે દીક્ષા ગ્રહણ કરી. જીવનપર્યંત (આજીવન) ઉત્તમ ભાવે વિશુદ્ધ તપ-સંયમની આરાધના કરી. જમ્બુકુમારની પત્નીઓએ ભરયુવાનીમાં સમસ્ત કામ-ભોગો, સુખ-સુવિધાઓ તેમજ અપાર સંપત્તિને ઠોકર મારી એકવાર મનથી માની લીધેલા પોતાના પતિ જમ્મૂકુમારની સાથે જે પ્રમાણે પોતાના અડગ પ્રેમનું છેલ્લે સુધી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) G LOGOGO/૩૩૯