Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દ્વાલા )
આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિી, આર્ય વજ તેમજ યાકિની મહત્તાસૂન આચાર્ય હરિભદ્ર વગેરે મહાન પ્રભાવક આચાર્ય જે પ્રમાણે જિનશાસનની ઉત્કૃષ્ટ સેવા અને જનકલ્યાણના મહાન કાર્ય કરવામાં સફળ થયા, તે બધા મૂળથી તો સાધ્વીસમાજની જ દેન છે.
નિર્વાણકાળ પહેલાં જ ચંદનબાલા, મૃગાવતી આદિ કેટલીક શ્રમણીઓનો પરિચય પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ ભાગમાં આપી ચૂક્યા છીએ. હવે નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષના સમયગાળામાં થયેલી શ્રમણીઓમાંથી જેનો - જેનો જે રૂપે પરિચય ઉપલબ્ધ થાય છે, એને અહીં ટૂંકાણમાં આપી રહ્યા છીએ.
(મહાસતી ચંદનબાલા) આર્યા ચંદનબાલા ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા અને પ્રભુના સુવિશાળ શ્રમણી-સમુદાયની પ્રમુખ તેમજ સંચાલિકા હતી. ચંદનબાલા ચંપા નગરીના મહારાજ દધિવાહન અને મહારાણી ધારિણીની પુત્રી હતી. પ્રભુ મહાવીરના છદ્મસ્વકાળમાં અત્યંત કપરા અભિગ્રહવાળા ઘણા લાંબા તપનું પારણું ચંદનબાલાના હાથે થયું, આથી વર્તમાન અવસર્પિણી કાળની સમગ્ર સાધ્વીઓમાં એમને સર્વાધિક પુણ્યશાળી કહેવામાં આવે તો અતિશયોકિત થશે નહિ. ચંપા નગરીમાં થયેલા ભયાનક રાજ્ય-વિપ્લવને પરિણામે બાળપણમાં એમણે વિષમ કણે સહન કરવાં પડ્યાં. આર્યા ચંદનબાલાના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ ખંડમાં આપવામાં આવી ચૂક્યો છે. બાળ બ્રહ્મચારિણી મહાસતી ચંદનબાલાએ રાજકુમારીઓ, શ્રેષ્ઠી કન્યાઓ, રાજરાણીઓ, ધનવાનની પત્નીઓ તેમજ દરેક વર્ગોની મુમુક્ષુ નારીઓને હજારોની સંખ્યામાં શ્રમણીધર્મમાં દીક્ષિત કરી કલ્યાણ માર્ગમાં એમનું નેતૃત્વ કર્યું
એમણે સ્વયં પ્રભુ વડે અપાયેલા શ્રમણીસંઘની પ્રમુખા(પ્રવર્તિની)પદ ઉપર રહીને ૩૬000 સાધ્વીઓના અતિ વિશાળ સાધ્વીસંઘનો વહીવટ ઘણી નિપુણતાથી કર્યો. પ્રવતિની ચંદનબાલા શ્રમણાચારમાં નજીવા શૈથિલ્ય તેમજ નાનામાં નાની ભૂલને પણ અનર્થનું મૂળ માની અનુશાસન અને સાધ્વીસમાજના હિત માટે કોઈ પણ સાધ્વીને ભલે [ ૩૩૮ 09909996369696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)