Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કેવળીકાળથી પૂર્વધરકાળ સુધીની શ્રમણી પરંપરા
અનાદિકાળથી જૈન ધર્મની વિશેષતા એવી રહી છે કે એમાં સ્ત્રીઓને પણ સાધનામાર્ગ ઉપર અગ્રેસર રહેવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો છે. પુરુષોની જેમ જ દરેક વર્ગ, વર્ણ અથવા જાતિની સ્ત્રી પણ પોતાની શક્તિ તેમજ ઇચ્છા પ્રમાણે શ્રમણોપાસિકા-ધર્મ અથવા શ્રમણીધર્મ અંગીકાર કરી શકે છે. ‘સ્ત્રી શુદ્રૌ નાધીયેતામ' આ પ્રકારના પ્રતિબંધ માટે જૈન ધર્મમાં લેશમાત્ર સ્થાન નથી રહ્યું. અનાદિકાળથી તીર્થંકર તીર્થ સ્થાપના વખતે પુરુષવર્ગની જેમ નારીવર્ગને પણ સાધનાક્ષેત્રનો સુયોગ્ય તેમજ સક્ષમ અધિકારી સમજીને ચતુર્વિધ તીર્થમાં જોડતા આવ્યા છે.
બધા તીર્થંકરો વડે અપાયેલા આ અમૂલ્ય અધિકારનો સદુપયોગ કરીને સ્ત્રીઓએ પણ પુરુષોની જેમ ઘણી હિંમતની સાથે સાધનામાર્ગ ઉપર અગ્રેસર થઈ અને એમણે આત્મકલ્યાણની સાથે-સાથે જનકલ્યાણ પણ કર્યું અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર તેમજ અભ્યુત્થાનમાં ઘણું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ચોવીસે-ચોવીસ તીર્થંકરોનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યાના તુલનાત્મક નિષ્કર્ષથી એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે સાધનાપંથમાં મહિલાઓ હંમેશાં પુરુષોથી ૧ આગળ રહી છે.
y
દિગંબર પરંપરામાં તો (યાપનીયસંઘને છોડીને) શ્રીમુક્તિ માનવામાં આવી નથી, પરંતુ શ્વેતાંબર પરંપરાના આગમ ‘જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ'માં ભગવાન ઋષભદેવની સાધ્વીઓના મોક્ષગમનનો ઉલ્લેખ છે. એ જ રીતે ‘કલ્પસૂત્ર’માં ભગવાન અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તેમજ મહાવીરની અનુક્રમે ૩૦૦૦, ૨૦૦૦ તેમજ ૧૪૦૦ સાધ્વીઓના સિદ્ધ-બુદ્ધ-મુક્ત થવાના ઉલ્લેખો છે. આ ચારેય તીર્થંકરોના મુક્ત થયેલા સાધુઓની તુલનાએ સાધ્વીઓની મુક્ત થવાની સંખ્યા બમણી છે.
ભ. મહાવીરે ધર્મતીર્થની સ્થાપના સમયે ચંદનબાલા આદિ સ્ત્રીઓના શ્રમણીધર્મમાં તેમજ અન્ય મુમુક્ષુ નારીવર્ગને શ્રમણોપાસિકા ધર્મમાં દીક્ષિત કરી નારીવર્ગને પણ પુરુષની સમોવડી જ સાધના દ્વારા સ્વ-પરકલ્યાણ કરવા માટે અધિકારી ઘોષિત કરી.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ઊઊઊઊ
004 330