Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મુનિઓએ ઉગ્ર વિહાર છોડી મંદિરમાં વાસ કરવાનું શરૂ કરી દીધું એમની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો ગયો અને વખત જતા ઘણો પ્રબળ બન્યો. એમણે એવું વિચારી લીધું કે વર્તમાન-કાળમાં મુનિઓનું ચૈત્યમાં રહેવું યોગ્ય છે. એમણે પુસ્તક આદિ માટે જરૂરિયાત પ્રમાણે દ્રવ્ય ધન પણ રાખવું જોઈએ.”
એમ પણ કહેવામાં આવે છે કે વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણના રાજા વનરાજ ચાવડા વડે એમના ગુરુ શીલગુણસૂરિએ એવી આજ્ઞા પ્રસરાવી કે - “એમના નગર અણહિલપુર પાટણમાં ચૈત્યવાસી સાધુઓ સિવાય બીજા સાધુપ્રવેશ સુધ્ધાં કરી શકશે નહિ. આ અઘટિત આજ્ઞાને નાબૂદ કરવા માટે વિક્રમ સં. ૧૦૭૪માં જિનેશ્વર અને બુદ્ધિસાગર નામના બે વિધિમાર્ગી વિદ્વાન સાધુઓએ રાજા દુર્લભદેવની સભામાં ચૈત્યવાસીઓની સાથે શાસ્ત્રાર્થ કરી એમને પરાસ્ત કર્યા અને ત્યાર પછી પાટણમાં વિધિમાર્ગીઓનો પ્રવેશ શક્ય થયો.'
વિભિન્ન પ્રાચીન ગ્રંથોના અવલોકનથી જણાય છે કે - “અલ્પસંખ્યક સુવિહિત મુનિઓની હાજરી હોવા છતાં પણ લાંબા સમય સુધી ચૈત્યવાસીઓની પ્રભુતા અકબંધ રહી. છતાં પણ શાસનપ્રેમી સુવિહિત મુનિઓએ શિથિલતા-પ્રમાદતાનો વિરોધ કરીને સિદ્ધાંત અનુગામીમાર્ગ ઉપર પોતાના ડગલા અડગ રાખ્યા.
જિનવલ્લભ પછી આચાર્ય જિનદત્ત અને જિનપતિ તેમજ સૌરાષ્ટ્રમાં મુનિચંદ્ર અને મુનિસુંદર આદિ વિધિમાર્ગના વિદ્વાન મુનિ પણ પોતાની રચનાઓ અને ઉપદેશોના માધ્યમથી ચૈત્યવાસીઓની સાથે ટક્કર લેતા રહ્યા અને આખરે એમણે ચૈત્યવાસીઓને હતપ્રભ બનાવ્યા. વિક્રમની પંદરમી સદી પછી આ જ ચૈત્યવાસનું રૂપાંતર થતા પતિસમાજના રૂપમાં તાદેશ થયું.
શ્વેતાંબર પરંપરાની જેમ દિગંબર પરંપરામાં પણ એની અસર સ્પષ્ટ દેખા દે છે. ભટ્ટારકોની ગાદીઓ એ ચેત્યવાસ અને મઠવાસની જ પ્રતિનિધિ કહી શકાય છે.
આચાર્ય કુંદકુંદના લિંગ પાહુડીથી ખબર પડે છે કે - “એ સમયે એવા પણ જૈનસાધુ હતા જે ગૃહસ્થોનાં લગ્નો કરાવતાં અને કૃષિકાર્ય, વાણિજ્ય આદિ સાવધ કર્મ કરતા હતા.” ચૈત્યવાસના સમર્થક મુનિ શિવકોટી [ ૩૨૨ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)