Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તથ્યોના પરિપ્રેક્ષ્યમાં એવું નિર્વિવાદપણે સાબિત થઈ જાય છે કે ચંદ્રગુપ્ત દ્વિતીયને સ્વયં એમણા પિતા સમુદ્રગુપ્ત સામ્રાજ્યનો સ્વામી બનાવ્યો હતો.
ચંદ્રગુપ્ત (દ્વિતીય) ઘણો પરાક્રમી તેમજ પ્રતાપી રાજા હતો. એણે માળવા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના શક મહાક્ષત્રપોને હરાવીને તેમજ શક મહાક્ષત્રપ સત્યસિંહ(તૃતીય)ને મૃત્યુશધ્યાએ પહોંચાડી વી. નિ. સં. ૯૨૭(ઈ.સ. ૪૦૦)ની આસપાસ ભારતમાં શકોના શાસનનો હંમેશાં માટે અંત આણ્યો. શકોના રાજ્યનો અંત કરવાના લીધે પ્રજાજનોએ એને “શકારિ વિક્રમાદિત્ય'ના બિરુદથી અલંકૃત કર્યો. તે ઘણો ન્યાયપ્રિય, સચ્ચરિત્ર અને વિદ્વાન સમ્રાટ હતો. એણે સંપૂર્ણ ભારતને એક સાર્વભૌમસત્તાસંપન્ન શાસનસૂત્રમાં બાંધ્યું.
(આર્ય ભૂતદિન્નના સમયની રાજનૈતિક સ્થિતિ) દ્વિતીય ચંદ્રગુપ્તના દેહાંત પછી એનો જયેષ્ઠ પુત્ર કુમારગુપ્ત (પ્રથમ) ગુપ્ત-સામ્રાજ્યનો સ્વામી થયો. એની માતાનું નામ ધ્રુવદેવી હતું. એવું અનુમાન લગાવવામાં આવે છે કે ઈ.સ.૪૧૪ થી ૪પપ (વી. નિ. સં. ૯૪૧ થી ૯૮૨) સુધી કુમારગુપ્તનું શાસન રહ્યું.
કુમારગુપ્તના ૪૧ વર્ષના રાજ્યકાળમાં છેલ્લાં ૫ વર્ષોને છોડીને કોઈ વિશેષ રાજનૈતિક ઘટના ઘટવાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. વી. નિ. સં. ૯૭૭ની આસપાસ નર્મદા નદીના તટવર્તી દક્ષિણી પ્રદેશની પુષ્યમિત્ર નામની જાતિએ કુમારગુપ્તના સામ્રાજ્યને ઉથલાવી નાખવા માટે શક્તિશાળી સેના સાથે કુમારગુપ્ત ઉપર આક્રમણ કરી દીધું. બંને તરફથી ભીષણ યુદ્ધ થયું. પ્રબળ સૈન્યબળના જોરે પુષ્યમિત્રોને આ યુદ્ધમાં એકધારી સફળતા મળતી ગઈ. કુમારગુપ્તની સેના ઢીલી પડી. પણ જય-પરાજયની નિર્ણાયક પળોમાં કુમારગુપ્ત (પ્રથમ)ના મોટા પુત્ર રાજકુમાર સ્કંદગુપ્ત અપૂર્વ ધીરજ અને વીરતાથી એ સ્થિતિને સંભાળી. નવા જોશની સાથે શત્રુસૈન્ય પર ભીષણ પ્રત્યાક્રમણ કરી પુષ્યમિત્રોને પરાસ્ત કર્યા. આ પ્રમાણે કુમારગુપ્તના સામ્રાજ્યની એના પુત્ર સ્કંદગુપ્ત સંકટની વિકટ ઘડીમાં રક્ષા કરી. | ૩૨૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|