Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઇતિહાસજ્ઞોએ શ્રી ગુપ્તને ગુપ્ત રાજવંશનો અને ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત સામ્રાજ્યનો સંસ્થાપક માન્યો છે. અલાહાબાદના એક સ્તંભ ઉપર કોતરાયેલા સમુદ્રગુપ્તના અભિલેખ પ્રમાણે ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના કનિષ્ઠપુત્ર(નાના પુત્ર)ને સૌથી વધુ સુયોગ્ય સમજીને પોતાની રાજ્યસભાની સામે એને પોતાના ઉત્તરાધિકારીના રૂપે ઘોષિત કરતા કહ્યું : “હવે તું આ પૃથ્વીનું ભરણ-પોષણ કર.” સમુદ્રગુપ્તે રાજસિંહાસન પર અધિકાર કરવામાં ગૃહકંકાસનો પણ સામનો કરવો પડ્યો.
આર્ય નાગાર્જુનના સમયનો રાજવંશ
પરમ ભટ્ટારક મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના જીવનના અસ્તાચળકાળમાં પોતાના સૌથી નાના પુત્ર સમુદ્રગુપ્તને સર્વથા યોગ્ય સમજીને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો. ચંદ્રગુપ્ત પ્રથમના દેહાંત બાદ ગૃહકંકાસનો ઘણી હિંમતપૂર્વક દમન કરી વી. નિ. સં. ૮૬૨ તે પ્રમાણે ઈ.સ. ૩૩૫માં સમુદ્રગુપ્ત મગધનરેશ થયો.
કવિ હરિષેણ દ્વારા કોતરાયેલા અલાહાબાદસ્થિત કૌશાંબીના સ્તંભલેખમાં સમુદ્રગુપ્તના ત્રણ વિજય-અભિયાનોનું વિવરણ આપવામાં આવ્યું છે.
ઉપરોક્ત ત્રણેય વિજય-અભિયાનોમાં સમુદ્રગુપ્તે પશ્ચિમી શકોના સિવાય ભારતના લગભગ બધા જ નાના-મોટા નિર્દયી રાજાઓને યુદ્ધમાં હરાવી એક સાર્વભૌમસત્તાસંપન્ન સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી. એવું અનુમાન લગાવવામાં આવે છે કે સમુદ્રગુપ્તે વી. નિ. સં. ૮૬૨ થી ૯૦૨ સુધી રાજ્ય કર્યું.
વાચનાચાર્ય આર્ય ગોવિંદ
આર્ય ગોવિંદ એક વિશિષ્ટ અનુયોગધર અને ચોવીશમા વાચનાચાર્ય થયા. આચાર્ય મેરુતંગની વિચારશ્રેણીમાં નાગાર્જુન અને ભૂતદિન્નની વચ્ચે આર્ય ગોવિંદનું નામ આવે છે. નિશીથ ચૂર્ણિકારે ‘ગોવિંદ નિર્યુક્તિ’નો ઉલ્લેખ કર્યો છે, એનાથી નિર્યુક્તિકાર તરીકે પણ ગોવિંદ પ્રમાણિત થાય છે.
મુનિ પુણ્યવિજય અનુસાર આચાર્ય ગોવિંદને ‘નંદી સૂત્ર’માં અનુયોગધરના રૂપમાં અને યુગપ્રધાન પટ્ટાવલીના અઠ્યાવીસમાં યુગપ્રધાન હોવાની સાથે માથુરીવાચનાના પ્રવર્તક આર્ય સ્કંદિલથી ચોથા યુગપ્રધાન બતાવાયા છે. આર્ય ગોવિંદ એમના સમયના મહાન પ્રભાવક વાચનાચાર્ય થયા છે. ૩૨૪ ૭૭૭ ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)