Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'યુગમાનાયાસ્ય ભૂતદિક્ષા આર્ય નાગાર્જુન પછી પચીસમા વાચનાચાર્ય થયા આર્ય ભૂતદિન્ન. નંદી સ્થવિરાવલી'માં આર્ય ભૂતદિને વાચક નાગાર્જુનને શિષ્ય બતાવવામાં આવ્યા છે. પણ દુષમકાળ “શ્રમણ સંઘ સ્તોત્ર'માં એમને છવ્વીસમા યુગપ્રધાનાચાર્ય માનવામાં આવ્યા છે. “સ્થવિરાવલી'માં આચાર્ય દેવવાચક દ્વારા દર્શાવાયેલ પરિચય પ્રમાણે - “તેઓ આચારાંગ આદિ અંગ તેમજ અંગબાહ્ય કૃતના વિશિષ્ટ અભ્યાસને લીધે ભારતવર્ષીય તત્કાલીન મુનિઓમાં પ્રમુખ મનાતા હતા. સંઘ-સંચાલનમાં દક્ષ હતા. એમણે અનેક યોગ્ય સાધુઓને સ્વાધ્યાય અને સેવા-ચાકરી આદિ કાર્યોમાં નિયુક્ત કર્યા.” યુગપ્રધાન યંત્ર પ્રમાણે એમનો તથ્થાત્મક પરિચય આપવામાં આવી રહ્યો છે - જન્મ : વી. નિ. સં. ૮૬૪ ગૃહસ્થપર્યાય : ૧૮ વર્ષ દીક્ષા : વિ. નિ. સં. ૮૮૨ સામાન્ય સાધુપર્યાયઃ ૨૨ વર્ષ આચાર્યપદ : વિ. નિ. સં. ૯૦૪ યુગપ્રધાનાચાર્યપર્યાયઃ ૭૯ વર્ષ સ્વર્ગારોહણઃ વી. નિ. સં. ૯૮૩ પૂર્ણ આયુષ્ય : ૧૧૯ વર્ષ
(ચંદ્રગુપ્ત દ્વિતીય)
(વી. નિ. સં. ૯૦૨ થી ૯૪૧) વી. નિ. સં. ૮૦૨ (ઈ.સ. ૩૭૫)માં સમુદ્રગુપ્તના દેહાવસાન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીય વિશાળ ગુપ્ત-સામ્રાજ્યનો સ્વામી થયો. જે રીતે સમુદ્રગુપ્તના પિતાએ (ચંદ્રગુપ્ત પ્રથમે) પોતાના અનેક પુત્રોમાંથી સૌથી નાના પુત્ર સમુદ્રગુપ્તને સુપાત્ર જાણી પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, એ જ પ્રમાણે સમુદ્રગુપ્ત પણ પોતાના અનેક પુત્રોમાંથી ચંદ્રગુપ્ત દ્વિતીયને સુયોગ્ય સમજીને એના પર પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદગીનો કળશ ઢોળ્યો.
કેટલાક વિદ્વાનોની એવી ધારણા છે કે સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળની વચ્ચે બે-ત્રણ વર્ષના થોડાક સમય માટે રામગુપ્ત જેવા અકર્મણ્ય શાસકનું શિથિલ શાસન રહ્યું હતું. પણ ઐતિહાસિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696969 ૩૨૫