Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કુમારગુપ્ત અને પુષ્યમિત્રોની વચ્ચે થયેલ એ ભીષણ ગૃહયુદ્ધને લીધે ભારતની શક્તિ ક્ષીણ થઈ. જો આ ગૃહયુદ્ધ થયેલું ન હોત તો હૂણોમાં ભારત પર આક્રમણ કરવાનું સાહસ ક્યારેય આવત નહિ.
(વાચનાચાર્ય આર્ય લોહિત્ય) આર્ય ભૂતદિન્ન પછી આર્ય લોહિત્ય છવ્વીસમા વાચનાચાર્ય થયા. આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણે એમને સૂત્રાર્થના સભ્યધારક અને પદાર્થોના નિત્યાનિત્ય સ્વરૂપના પ્રતિપાદન કરવામાં અતિ કુશળ બતાવ્યા છે.
દિગંબર પરંપરામાં પણ આર્ય લોહિત્યના નામ સાથે સામ્ય ધરાવનારા લોહાચાર્ય અથવા લોહાર્ય નામના અષ્ટાંગધારી આચાર્યની પ્રમુખ આચાર્યોમાં ગણતરી થાય છે.
(વાચનાચાર્ય આર્ય દુષ્યગણિ) આર્ય દુષ્યગણિએ આર્ય લોહિત્ય પછીના સત્તાવીસમા વાચનાચાર્ય થયા. આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ પ્રમાણે આર્યદુષ્યગણિ એ સમયના વિશિષ્ટ વાચનાચાર્ય હતા. તેમજ હજારો અન્ય ગચ્છોના જ્ઞાનાર્થી શ્રમણ એમની સેવામાં શ્રુતજ્ઞાનના અભ્યાસાર્થે આવતા હતા. શ્રુતજ્ઞાનના વ્યાખ્યાનમાં દુષ્યગણિ એટલા સમર્થ વાચક હતા કે એમને ક્યારેય વ્યાખ્યાન કરતી વખતે શારીરિક તેમજ માનસિક થાક અનુભવાતો નહિ. : પ્રશસ્ત લક્ષણોથી સંયુક્ત સુકોમળ તળિયાવાળા આર્ય દુષ્યગણિના ચરણયુગલમાં પ્રણામ કરું છું.” આ શબ્દોમાં “સ્થવિરાવલીકાર દેવદ્ધિ ક્ષમાશ્રમણે જે પ્રણામ એમને કર્યા છે, એનાથી એવું સિદ્ધ થાય છે કે - દેવર્ધ્વિગણિ આચાર્ય દુષ્યગણના શિષ્ય હતા અને એ જ કારણે તેઓ એમના લક્ષણયુક્ત સુકોમળ તળિયાવાળાં ચરણોથી સારી રીતે પરિચિત હતા. વિ. નિ. સં. દશમી સદીના મધ્યભાગ એમનો આચાર્યકાળ રહ્યો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9696969696969696969૬૩૬૩ ૩૨૦]