Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય નાગાર્જુનના યુગપ્રધાનત્વકાળમાં ગુપ્તવંશના મહારાજ ઘટોત્કચનો વિ. નિ. સં. ૮૪૬ સુધી રાજ્યકાળ રહ્યો. એના નિધન પછી એનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્તવંશનો રાજ્યવિસ્તાર વધાર્યો.
(ચેત્યવાસ) આર્ય સુધર્માથી લઈ સામંતભદ્રસૂરિના પહેલાના વખત સુધી જૈનમુનિ પોતાનો અધિકાંશ સમય વનો તેમજ ઉદ્યાનોમાં જ ગાળતા રહ્યા, જેમ કે - “નિરયાવલિકા સૂત્રમાં સુધર્મા સ્વામીના ગુણશીલ ઉદ્યાનમાં અવગ્રહ લઈ વિચરણ કરવાનો ઉલ્લેખ મળે છે. અપવાદપણે ભલે ક્યાંક કોઈએ વસતિવાસ કર્યો હોય, પણ એ સમય સુધી સાધુઓનો નિવાસ ખાસ કરીને વનમાં જ રહેતો હતો. આટલું હોવા છતાં પણ એ સાધુ વનવાસી ગચ્છના નામે નહિ, પરંતુ નિર્ગથ પરંપરાના નામે જ ઓળખાતા રહ્યા. ત્યાર બાદ સામંતભદ્રનો સમય આવે છે. એ સમયમાં સામંતભદ્રનો સાધુ-સમુદાય “વનવાસી ગચ્છ'ના નામથી ઓળખાવા લાગ્યો. એમના સમયમાં વસ્તીવાસના વધતા જતા પ્રભાવને રોકવા માટે સામંતભદ્ર વનવાસનો પ્રચાર કરવો શરૂ કર્યો હોય. આ એક રીતે જોવા જઈએ તો ત્યાગીવર્ગમાં શિથિલતાના પ્રવેશને રોકવાનો એક શુભ પ્રયત્ન હતો, પણ સમયના પ્રભાવ અને મનોબળની ઓછપની સાધુસમુદાયમાં આ રીતની કડક વ્યવસ્થા લાંબો સમય ચાલી શકી નહિ. સામંતભદ્ર વડે ફરી જીવંત કરાયેલ વનવાસ લાંબો સમય ચાલી શક્યો નહિ. ટૂંકા ગાળામાં જ વસ્તીવાસમાં પરિવર્તન પામતા-પામતા વી. નિ. સં. ૮૦૦ની આસપાસ એણે ચૈત્યવાસનું રૂપ ધારણ કરી લીધું.
જેમ-જેમ શ્રમણોમાં રાજનૈતિક સન્માનો પ્રત્યે આકર્ષણ વધતું ગયું, તેમ-તેમ મુનિગણ સંયમમાર્ગથી ઉત્તરોત્તર વિચલિત થતા ગયા. સ્વાધ્યાય પ્રત્યે તેઓ વધુ ને વધુ ઉદાસ થતા ગયા, પ્રમાદી બન્યા અને ધર્મના મૌલિક આચરણ એમના માટે માત્ર વાણીવિલાસના સાધન બનીને રહી ગયા. આ પ્રમાણે જીવનમાં સુખને ભોગવવાની વૃત્તિઓ સાકાર થવાના ફળસ્વરૂપે વનવાસથી વસતિવાસ, ત્યાર બાદ વસતીવાદથી ચૈત્યવાસ અસ્તિત્વમાં આવ્યો. તેમજ વિક્રમની પંદરમી સદી પછી આ જ ચૈત્યવાસનું રૂપાંતર થતા-થતા યતિ સમાજના મઠવાસ - ઉપાશ્રયવાસના રૂપમાં બદલાઈ ગયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969ી ૩૧૯]