Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હતી. આ રીતની ઘણી વિકટ પરિસ્થિતિમાં સુભિક્ષ થવાથી વી. નિ. સં. ૮૩૦ થી ૮૪૦ના મધ્યવર્તી કોઈ વખતમાં કંદિલસૂરિએ ઉત્તરભારતના મુનિઓને મથુરામાં ભેગા કરીને આગમ વાચના કરી.
આર્ય સ્કંદિલના તત્ત્વાવધાનમાં આગમોની વાચના થઈ અને અનુયોગ વ્યવસ્થિત કરવામાં આવ્યા, જે આજના સંઘમાં પ્રચલિત છે. મથુરામાં આ સંઘટના થઈ એટલા માટે એને માથુરી વાચના’ કહેવામાં આવે છે. અને આ એ સમયના યુગપ્રધાન સ્કંદિલાચાર્યએ માન્ય રાખી હતી, તેમજ અર્થરૂપથી એમણે જ શિષ્યોને એનો અનુયોગ આપ્યો હતો, એટલે આ દિલાચાર્યનો અનુયોગ કહેવાય છે.
જે વખતે મથુરામાં આચાર્ય સ્કંદિલના નેતૃત્વમાં આગમ-વાચના થઈ, લગભગ એ જ સમયે દક્ષિણના શ્રમણોને એકઠા કરી આચાર્ય નાગાર્જુને પણ વલ્લભીમાં એક આગમ-વાચના કરી.
મથુરા તેમજ વલ્લભીમાં અલગ-અલગ થયેલી આગમ-વાચનાઓમાં આગમોનો ઉદ્ધાર કર્યા પછી આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુન મળી શક્યા નહિ. એમનો સ્વર્ગવાસ થયો. એટલા માટે એમના વડે ઉદ્ધાર કરાયેલા સિદ્ધાંતોમાં સમાનતા હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક જે વાચનાભેદ રહી જવા પામ્યો હતો, તે એવો જ રહ્યો. પશ્ચાદવર્તી આચાર્યોએ એને બદલ્યો નહિ. વિવરણકારોએ પણ ‘નાગાર્જુનીયાઃ પુનઃ એવું કથયન્તિ' આ પ્રમાણેના ઉલ્લેખ વડે વાચનાભેદ સૂચવ્યો છે.
આગમજ્ઞાનનો નાશ થતો અટકાવી આર્ય સ્કંદિલે જિનશાસનની અમૂલ્ય સેવાની સાથે-સાથે મુમુક્ષો તેમજ સાધકો ઉપર જે અપાર ઉપકાર કર્યો છે, એના માટે જિનશાસનમાં પ્રગાઢ શ્રદ્ધા સહિત એમનું સ્મરણ થતું રહેશે.
વી. નિ. સં. ૮૪૦ની આસપાસના સમયમાં એમણે આખરના વખતમાં અનશન તેમજ સમાધિપૂર્વક રીતે મથુરા નગરીમાં સ્વર્ગગમન કર્યું.
વાચનાચાર્ય હિમવંત ક્ષમાશ્રમણ
આર્ય સ્કંદિલ પછીના બાવીસમા વાચનાચાર્ય થયા આર્ય હિમવાન (હિમવંત) તેઓ આચાર્ય સ્કંદિલનાં શિષ્ય માનવામાં આવે છે. તેઓ કેટલાયે પૂર્વોના જ્ઞાતા તેમજ સમર્થ વ્યાખ્યાનકાર વાચનાચાર્ય હતા. એમણે જૈન ધર્મનો નોંધપાત્ર પ્રચાર-પ્રસાર કર્યો હતો, પ્રચારક્ષેત્રના માર્ગમાં આવનારાં કષ્ટોને પણ એમણે ઘણી ધીરજતાથી સહન કર્યાં. તેઓને વી. નિ.ની નવમી સદીના મધ્યવર્તીકાળના આચાર્ય માનવામાં આવે છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
996 ૩૧૦