Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રસિદ્ધ ઇતિહાસકાર રાધાકુમુદ મુકજીના અભિમત પ્રમાણે શ્રીગુપ્તનો સત્તાકાળ ઈ.સ. ૧૯૦ની જગ્યાએ ઈ.સ. ૨૪૦ થી ૨૮૦ સુધીનો રહ્યો. શ્રીગુપ્તના નિધન પછી એનો પુત્ર ઘટોત્કચ વિ. નિ. સં. ૮૦૭માં મગધની રાજગાદી પર બેઠો. એના અવસાન બાદ (વી. નિ. સં. ૮૪૬ થી થોડા સમય પહેલાં) એનો પુત્ર ચંદ્રગુપ્ત રાજગાદી પર બેઠો.
(વાચનાચાર્ય આર્ય સ્કંદિલ) વાચક પરંપરામાં આર્ય સ્કંદિલ ઘણા પ્રભાવક તેમજ પ્રતિભાશાળી આચાર્ય થયા છે. એમણે અતિવિષમ સમયમાં શ્રુતજ્ઞાનની રક્ષા કરીને શાસનની જે સેવા કરી છે, એ હંમેશને માટે જૈન ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાતી રહેશે.
મથુરાના બ્રાહ્મણ અને બ્રાહ્મણી મેઘરથ તેમજ રૂપસેનાને ત્યાં તેઓ જમ્યા. ગર્ભાવસ્થા વખતે માતાએ સ્વપ્નમાં ચંદ્રને જોયો, આથી પુત્રનું નામ સોમરથ રાખવામાં આવ્યું. એમનાં માતા-પિતા પહેલેથી જ જૈનધર્માવલંબી હતા. એક વખત આચાર્ય બ્રહ્મદીપકસિંહ વિહારક્રમે મથુરા ગયા. એમનો ઉપદેશ સાંભળીને સોમરથે શ્રમણદીક્ષા લઈ લીધી. દીક્ષા વખતે એમનું નામ સ્કંદિલ રાખવામાં આવ્યું. પોતાના ગુરુની સેવાની સાથોસાથ એમણે એકાદશાંગી તેમજ પૂર્વોનું જ્ઞાન મેળવી લીધું. આર્ય સિંહે સ્કંદિલને સુપાત્ર તેમજ પ્રતિભાશાળી સમજીને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. ત્યાર બાદ આર્ય સિંહના સ્વર્ગસ્થ થતા આર્ય સ્કંદિલને સંઘે વાચનાચાર્યપદે નિયુક્ત કર્યા. સંડિલ (ષાંડિલ્ય) અને સ્કંદિલને કેટલાક લેખકોએ એક જ ગણ્યા છે, પરંતુ આચાર્ય સ્કંદિલ, દશપૂર્વધર આર્ય શાંડિલ્યથી જુદા છે.
સ્કંદિલનો આચાર્યકાળ વિ. નિ. સં. ૮૨૩ થી ૮૪૦ની આસપાસનો માનવામાં આવે છે. તે સમય ખૂબ જ વિષમ હતો. એક બાજુ સૌરાષ્ટ્રમાં બૌદ્ધો અને જૈનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, તો બીજી બાજુ મધ્યભારતમાં હૂણો સાથે ગુખોનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. તે જ વિષમકાળમાં ૧૨ વરસનો ભીષણ દુષ્કાળ પડ્યો અને તે લાંબાગાળાના દુકાળે ભયંકર સંઘર્ષોથી તે સંક્રાંતિકાળની વિભીષિકા(ધાસ્તી)ને વધુ વધારી દીધી. આ રીતના મુશ્કેલીભર્યા સમયમાં જૈન મુનિઓ અને ખાસ કરીને શ્રુતધરોની સંખ્યા ઘટતા-ઘટતા ખૂબ જ ઓછી રહી ગઈ, પરિણામે આગમવિચ્છેદની સ્થિતિ આવી ચૂકી ૩૧૬ 6969696969696969692 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)