Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'સુનામાનાયા આર્યસંહ આચાર્ય રેવતી નક્ષત્રના સ્વર્ગસ્થ થયા પછી આર્ય બ્રહ્મદીપકસિંહ વાચનાચાર્ય થયા. એમની શ્રમણદીક્ષા અચલપુરમાં થઈ. આચાર્ય દેવદ્ધિએ “નંદી સૂત્ર'ની સ્થવિરાવલીમાં બંભગદીવગસીહે' આ પદથી એમને બ્રહ્મદ્વિીપનો સિંહ તેમજ “કાલિક સૂત્ર'ની વ્યાખ્યા કરવામાં અત્યંત નિપુણ, ધીર તેમજ ઉત્તમ વાચકપદને મેળવનારા બતાવ્યા છે.
શક્ય છે કે બ્રહ્મદીપકસિંહનો વાચનાચાર્યકાળ વી. નિ. સં.ની આઠમી સદીનો અંતિમકાળ હોય. ચોવીશમા યુગપ્રધાનાચાર્ય સિંહનો કાળ આ પ્રમાણે માન્ય રાખવામાં આવ્યો છે -
વી. નિ. સં. ૭૧૦માં જન્મ, ૧૮ વર્ષ પછી ૭૨૮માં દીક્ષા, ૨૦ વર્ષ સામાન્ય સાધુપર્યાય તેમજ ૭૮ વર્ષ યુગપ્રધાનાચાર્યકાળ પૂર્ણ કરી વિ. નિ. સં. ૮૨૦(પૂર્ણ આયુષ્ય ૧૧૬ વર્ષ)માં સ્વર્ગવાસ..
(આચાર્ય માનતુંગ) આચાર્ય માનદેવ પછી આચાર્ય માનતુંગ મહાન પ્રભાવશાળી આચાર્ય થયા. તેઓ વારાણસીના બ્રહ્મક્ષત્રિય શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. એ વખતે વારાણસીમાં દિગંબર જૈન મુનિઓનું પદાર્પણ થયું હતું. માનતુંગ . એમનો ઉપદેશ સાંભળી ભોગ-વાસનાથી વિરક્ત થયા અને એમણે મુનિ ચારુકીર્તિની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. કાળાન્તરમાં એમણે આચાર્ય અજિતસિંહની પાસે શ્વેતાંબરી દીક્ષા ગ્રહી.
એક વખત રાજા હર્ષે મયૂર અને બાણની વિદ્વત્તા તેમજ ચમત્કારપૂર્ણ ભક્તિને જોઈને આચાર્ય માનતુંગને સાદર આમંત્રણ મોકલાવ્યું.
આચાર્ય માનતુંગ રાજભવનમાં પધાર્યા. મહારાજા હર્ષે અભિવાદન કરીને કહ્યું : “મહાત્મન્ ! ભૂમંડળ ઉપરના બ્રાહ્મણ કેટલા અતિશય સંપન્ન છે. એકે સૂર્યની આરાધનાથી પોતાના અંગના કોઢને દૂર કર્યો,
જ્યારે બીજાએ (બાણે) ચંડિકાની ઉપાસનાથી કપાયેલા હાથ-પગ ફરી મેળવ્યા. જો તમારી પાસે પણ શક્તિ હોય તો કંઈક ચમત્કાર બતાવો.”
આચાર્ય માનતુંગે કહ્યું: “ભૂપાલ! અમે ગૃહસ્થ નથી. જે ધન-ધાન્ય, પુત્ર, પત્ની, કુટુંબ આદિ માટે રાજાને ખુશ કરવા માટે ક્રિયા કરીએ. જનજીવનમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાનો ઉત્કર્ષ જ અમારું કાર્ય છે.”
રાજાએ કહ્યું : “આમને સાંકળો વડે બાંધીને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે.” [ ૩૧૪ 9િ696969696969696969696ી જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨)