Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગણપતિનાગ પછી શક્ય છે કે પદ્માવતી શાખામાં નાગસેન નામનો રાજા થયો હોય. જેને કવિ હરિપેણના અલાહાબાદસ્થિત સ્તંભલેખ પ્રમાણે સમુદ્રગુપ્ત પોતાના પહેલા વિજય અભિયાનમાં જ હરાવ્યો તેમજ પદભ્રષ્ટ કર્યો. મહાકવિ બાણે પણ “હર્ષ ચરિત્ર'માં નાગસેનને પદ્માવતીનો રાજા બતાવી એની મૂર્ખાઈનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજી મથુરા શાખામાં રાજાઓનાં નામ ઉપલબ્ધ નથી થતા.
(વાકાટક રાજવંશનો અભ્યદય) 'ગુપ્ત રાજવંશના ઉત્કર્ષથી પૂર્વભારતના ઘણા મોટા ભૂખંડ ઉપર વાકાટક રાજવંશનું વિશાળ સામ્રાજ્ય હતું. અર્જુનાયન, માદ્રક, યૌધેય, માલવ આદિ ગણરાજ્ય તેમજ પંજાબ, રાજપૂતાના, માલવા, ગુજરાત આદિ પ્રાંતના લગભગ બધા જ રાજાઓ વાકાટક સામ્રાજ્યના અધિકારમાં હતા. પુરાણોમાં વાકાટક રાજવંશને વિંધ્યકના નામથી નવાજવામાં આવ્યા છે. વાકાટક રાજવંશના અનેક સિક્કાઓ, શિલાલેખ તેમજ તામ્રપત્ર ઉપલબ્ધ થાય છે. અજંતાની ગુફાચિત્રો અને અભિલેખોથી પણ વાકાટક રાજવંશના ઇતિહાસ ઉપર પર્યાપ્ત પ્રકાશ પડે છે.
ઇતિહાસકારોએ વિંધ્યશક્તિ નામના નાગને વાકાટક રાજવંશનો સંસ્થાપક માન્યો છે. પુરાણોમાં કોલિકિલ વૃષો(ભારશિવો)માંથી આ રાજવંશના સંસ્થાપક વિંધ્યશક્તિનો પ્રાદુર્ભાવ બતાવવામાં આવ્યો છે.
તતઃ કોલિકિલેભ્યશ્ય, વિંધ્યશક્તિર્ભવિષ્યતિ ' આ અર્ધશ્લોકથી એવું સ્પષ્ટ થાય છે કે ભારશિવ નાગોની સાથે વિંધ્યશક્તિનો અત્યંત નજીકનો સંબંધ હતો. ભારશિવ પણ નાગવંશી હતા અને વિધ્યશક્તિ પણ નાગવંશની કોઈક શાખા વિશેષમાંથી ઉત્પન્ન થયા હતા. શક્ય છે કે ભારશિવ આદિ અનેક નાગવંશીઓથી પોતાની ભિન્નતા દેખાડવા માટે વિંધ્યશક્તિ અને એના વંશજોએ એમની શાખાનું નામ વાકાટક રાખ્યું હોય.
ઉપર પ્રમાણેના શ્લોકના અંશના આધારે જ સંભવ છે કે કેટલાક ઇતિહાસણ પોતાની એવી માન્યતા દર્શાવતા હોય કે વિંધ્યશકિત ખરેખર તો ભારશિવોની સેનાનો સર્વોચ્ચ અધિકારી હતો અને એણે વિંધ્યપ્રદેશમાં પોતાની થોડી-ઘણી રાજસત્તા સ્થાપીને એનો વિસ્તાર કર્યો. ૩૧૨ 9696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨)