Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સાથે સમુદ્રગુપ્તનું સ્વામિત્વ સ્વીકારવાનો પણ ઉલ્લેખ છે. કિદાર નામના એક કુષાણવંશી રાજાના સિક્કા પણ મળ્યા છે. આ તથ્યોથી એવું જણાય છે કે પાંચમી સદી સુધી ગાંધાર તેમજ કાશ્મીરમાં કુષાણોનું રાજ્ય રહ્યું.
(ભારશિવ રાજવંશની શાખાઓ) વિદેશી કુષાણોના શાસનનો અંત આણ્યા પછી ભારશિવવંશી નાગરાજા વીરસેને પોતાના એક પુત્ર હયનાગને કાંતિપુરીના રાજ્યનો, બીજા પુત્ર ભીમનાગને પદ્માવતી રાજ્યનો તેમજ ત્રીજા પુત્રને, જેનું નામ અજ્ઞાત છે, મથુરાના રાજ્યનો અધિકારી બનાવ્યો.
હયનાગ પછી કાંતિપુરીના રાજ્ય ઉપર ક્રમ પ્રમાણે ત્રયનાગ, બર્લિનનાગ, ચરજનાગ અને ભવનાગે શાસન કર્યું. ભવનાગે એના જીવનના અંતિમ સમયે પોતાના દોહિત્ર રુદ્રસેન(વાકાટક સમ્રાટ પ્રવરસેનનો પૌત્ર)ને પુરિકાનું રાજ્ય આપ્યું. આમ ભારશિવ રાજવંશની એક શાખાનું રાજ્ય વાકાટક રાજ્યના રૂપમાં રૂપાંતર પામ્યું.
પદ્માવતીના રાજસિંહાસન ઉપર ભીમનાગ પછી ક્રમ પ્રમાણે સ્કંદનાગ, બૃહસ્પતિનાગ, વ્યાઘનાગ, દેવનાગ અને ગણપતિનાગ બેઠા. વાકાટકો અને ગુખોની સાથે ભારશિવોના વૈવાહિક સંબંધો સ્થપાયા. એ વૈવાહિક ગઠબંધનના ફળસ્વરૂપે આ ત્રણેય રાજવંશોએ ભારતને એક લાંબા સમય સુધી વિદેશી આક્રમણખોરોના આતંકથી એકદમ મુક્ત રાખ્યા.
ભારશિવવંશની ત્રણ શાખાઓ માનવામાં આવી છે. એના રાજાઓનાં નામ આ પ્રમાણે છે : કાંતિપુરીની મુખ્ય શાખા :
૧. નવનાગ ૪. ત્રયનાગ ૭. ભવનાગ ૨. વીરસેન ૫. બર્લિનનાગ ૮. વાકાટક રાજા રુદ્રસેન
૩. હથનાગ ૬. ચરજનાગ પદ્માવતી શાખા :
૧. ભીમનાગ ૩. બૃહસ્પતિનાગ ૫. દેવનાગ
૨. સ્કંદમાગ ૪. વ્યાઘનાગ ૬. ગણપતિનાગ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 90993303333339 ૩૧૧