Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નાગવંશી પ્રથમ ભારશિવ રાજા નવાગે કાંતિપુરીમાં પોતાનું રાજ્ય સ્થાપ્યા પછી કુષાણ-સામ્રાજ્યને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી માદ્રકો, યૌધેયો, માલવો તેમજ અન્ય ગણતંત્રપ્રિય-સંઘોને પોતાનું સંરક્ષણ પ્રદાન કર્યું. ભારશિવો પાસેથી આમ મદદ મેળવી એ ગણતંત્ર ફરી સક્રિય થયા. નવનાગ તેમજ માદ્રક, માલવ, યૌદ્ધેય આદિ ગણજાતિઓના ઓચિંતા આક્રમણથી કુષાણ-રાજ્ય અવિરત ક્ષીણ તેમજ આકારમાં નાનું થતું ગયું.
(કુષાણ મહારાજા વાસુદેવ) વિ. નિ. સં. ૬૬૯માં વાશિષ્ઠના નિધન પછી એનો પુત્ર વાસુદેવ રાજા બન્યો. કાંતિપુરીના રાજા નવનાગ ભારશિવે પોતાના બાકીના જીવનકાળમાં વાસુદેવ સાથે યુદ્ધમાં વિતાવ્યા. વિ. નિ. સં. ૬૯૭ તે પ્રમાણે ઈ.સ. ૧૭૦ની આસપાસ નવનાગના મૃત્યુ પછી એનો પુત્ર વીરસેન ત્યાંનો રાજા બનતાની સાથે જ પ્રચંડ ગતિથી કુષાણ સામ્રાજ્ય ઉપર પ્રહાર કરવા લાગ્યો. વિરસેને અનેક યુદ્ધોમાં કુષાણોને હરાવ્યા. યૌધેય, માદ્રક, અર્જુનાયન, શિવિ તેમજ માલવ આદિ ગણરાજ્યોએ પણ ભારશિવના આ અભિયાનમાં ઘણો નોંધપાત્ર ભાગ ભજવ્યો, અને આખરે ભારશિવ રાજા વીરસેને ઈ.સ.ની બીજી સદી પૂરી થતા-થતા આર્યભૂમિ ઉપરથી કાયમને માટે કુષાણોના શાસનનો અંત આણ્યો.
ભારશિવોએ પોતાના વિજયના સંદર્ભમાં કાશીમાં ગંગાકિનારે ૧૦ અશ્વમેધ યજ્ઞો કર્યા અને એ યજ્ઞોનાં સંભારણાંને કાયમી બનાવી રાખવા માટે એ જગ્યાએ દશાશ્વમેધ ઘાટનું નિર્માણ કરાવ્યું.
આમ ભારશિવોએ કાયમને માટે કુષાણ રાજવંશના શાસનને ભારતભૂમિ ઉપરથી નેસ્તનાબૂદ કર્યું. પણ, ભારતના અંતિમ કુષાણ રાજા વાસુદેવ પછી પણ કુષાણવંશના કેટલાક બીજા પણ રાજા થયા. એમનાં રાજ્યો કાબુલની ઘાટી તેમજ સીમાંત પ્રદેશો સુધી જ સીમિત રહ્યાં. ગુપ્ત રાજવંશ ચરમસીમાએ પહોંચેલ કાળમાં કાબુલની ઘાટી અને છેવાડાના પ્રદેશોમાંના વધેલા-ઘટેલા કુષાણ રાજ્યનો પણ અંત આવ્યો. સમુદ્રગુપ્તના અલાહાબાદના સ્તંભલેખમાં ગાંધાર અને કાશ્મીરમાં કુષાણ રાજાઓ દ્વારા બહુમૂલ્ય કીમતી વસ્તુઓની ભેટની [ ૩૧૦ 999999999999ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)