Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(ભારશિવ અને કુષાણ મહારાજા હવિષ્ક) . રાજા કનિક જેવા પ્રતાપી રાજાના નિધન પછી એનો પુત્ર હવિષ્ક આશરે વી. નિ. સં. ૬૩૩(ઈ.સ. ૧૦૬)માં કુષાણવંશના રાજ્યનો રાજા બન્યો. હવિષ્કના શાસનકાળમાં નાગજાતિની ભારશિવશાખા ફરી એક રાજ્યશક્તિના રૂપમાં ઉદય પામી. ભારશિવોએ વિન્ધના નજીકના પ્રદેશોમાં પોતાની શકિત વધારવાની સાથે-સાથે કુષાણ સામ્રાજ્ય ઉપર પણ આક્રમણ કરવા શરૂ કર્યા. ઉત્તરપ્રદેશથી લઈ ચીની તુર્કિસ્તાન સુધી ફેલાયેલા કુષાણોના વિશાળ સામ્રાજ્ય સાથે ટક્કર લેવી ભારશિવોની નવોદિત રાજ્યશક્તિ માટે સાધારણ વાત ન હતી. મધ્યપ્રદેશથી લઈ બુંદેલખંડના માર્ગ ઉપર ભારશિવોએ કુષાણો વિરુદ્ધ પોતાના સૈનિક-અભિયાન વડે કુષાણ સામ્રાજ્યના સીમાવર્તી પ્રદેશોને પોતાના તાબામાં લેવા શરૂ કર્યા. ભારશિવોએ ઘણાં પરાક્રમ તેમજ રણચાતુર્ય વડે કામ કર્યું. આ રીતે હવિષ્કના શાસનકાળમાં જ કુષાણ સામ્રાજ્યનો ધીમે-ધીમે હાસ થવો શરૂ થઈ ગયો.
(કુષાણ મહારાજા વાશિષ્ઠ) વી. નિ. સં. ૬૬પમાં હુવિષ્કના અવસાન પછી એનો પુત્ર વાશિષ્ઠ કુષાણવંશના હાસોન્મુખ સામ્રાજ્યના અધિપતિ બન્યો. વાશિષ્ય કાશ્મીરમાં પોતાના પિતાના નામથી હવિષ્કપુર નામનું એક નગર વસાવ્યું. વાશિષ્ઠનો શાસનકાળ વી. નિ. સં. ૬૬૫ થી ૬૭૯ તે પ્રમાણે ઈ.સ. ૧૩૮ થી ૧પ૨ સુધી રહ્યો.
(ભારશિવો દ્વારા કુષાણ-સામ્રાજ્ય ઉપર પ્રહાર) વાશિષ્ઠના શાસનકાળમાં નવનાગના નેતૃત્વ હેઠળ ભારશિવ નાગોએ પોતાના છીનવાયેલા પરંપરાગત રાજ્યને ફરી હાંસલ કરવા માટે કુષાણ સામ્રાજ્ય ઉપર ઘણા શૌર્યથી જોરદાર આક્રમણો કર્યા. ઉત્તરપ્રદેશનાં અનેક ક્ષેત્રોમાંથી કુષાણશાસનના અંત પછી આખરે વી. નિ. સં. ૬૭૪ તે પ્રમાણે ઈ.સ. ૧૪૭ની આસપાસ નવનાગે કુષાણોનું દાસત્વ(ગુલામી)માંથી કાંતિપુરીના રાજ્યને મુક્ત (આઝાદ) કરી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 23969696969696969696) ૩૦૯ ]