Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જૈનશાસનમાં સંપ્રદાયભેદ
આર્ય સુધર્માથી લઈને આર્ય વજ સ્વામી સુધી જૈનશાસન કોઈ પણ પ્રકારના સંપ્રદાયના ભેદ વગર નિર્વિઘ્નપણે ચાલતું રહ્યું. આમ તો ગણભેદ અને શાખાભેદની શરૂઆત આચાર્ય યશોભદ્રના વખતથી જ થઈ ચૂકી હતી અને આર્ય સુહસ્તીના વખતે તો ગણભેદ પરંપરાભેદના રૂપમાં જ પરિણમી હતી, પણ ત્યારે પણ તેમાં સંપ્રદાયભેદનું સ્થૂળરૂપ દેશ્યમાન થઈ શક્યું ન હતું. સમસ્ત જૈનસંઘ શ્વેતાંબર, દિગંબર આદિ, કોઈ પણ જાતના ભેદભાવ વગર ‘નિગ્રંથ' નામથી જ ઓળખાતો રહ્યો. જરૂરિયાત પ્રમાણે વસ્ત્ર રાખનારા અને જિનકલ્પની સરખામણી કરનારા બંને જ વીતરાગભાવની સાધનાને લક્ષ્યમાં રાખી એકબીજા સાથે અથડાયા વગર ચાલતા રહ્યા.
એક તરફ મહાગિરિ જેવા આચાર્ય જિનકલ્પ તુલ્ય સાધના કરવાની ભાવનાથી એકાંતવાસને સ્વીકારતા, તો બીજી તરફ આર્ય સુહસ્તી ભવ્યજનોને પ્રતિબોધ આપવા તેમજ જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરવાની ભાવનાથી પ્રેરિત થઈ ગ્રામ-નગર આદિમાં ભવ્ય ભક્તજનોની સાથે સંપર્ક જાળવી રાખી વિચરણ કરતા. છતાં પણ બંનેનો અન્યોન્ય પ્રેમસંબંધ અકબંધ રહ્યો. એ સમય સુધી વસ્ત્રધારી મુનિ અને નિર્વસ્ત્ર મુનિ સમાનપણે સન્માનનીય, વંદનીય તેમજ`મુક્તિના અધિકારી ગણાતા રહ્યા. મુનિત્વ અને મુક્તિપથ માટે નહિ તો સવસ્રતા બાધક ગણાતી અને નહિ નિર્વસ્ત્રતા. એકાંત-મુક્તિ મદદગાર-વસ્ત્રધારી શ્રમણોનો એવો કોઈ આગ્રહ ન હતો કે - ધર્મનાં ઉપકરણો વગર મુક્તિ નથી.' તેમજ નિર્વસ્ત્ર-મુનિઓનો પણ એવો આગ્રહ ન હતો કે - ‘વસ્ત્ર રાખવાવાળો મુનિ, મુનિ નથી.' ટૂંકાણમાં કહીએ તો એ સમય સુધી સવસ્રતા અને નિર્વસ્ત્રતા મુનિની મહાનતા અથવા લઘુતાનું માપદંડ ન હતી. જ્ઞાન, દર્શન, ચારિત્રની સમ્યક્ આરાધના જ ખરેખર તો મુનિત્વનો સાચો માપદંડ માનવામાં આવ્યો છે.
પરંતુ વી. નિ. સં. ૬૦૯માં આ સ્થિતિ નામશેષ થઈ અને શ્વેતાંબર તેમજ દિગંબરના નામથી જૈનસમાજમાં સંપ્રદાયભેદ સ્પષ્ટપણે ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૮૮ ૩૩