Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'યુગમયાણાયાર્ય આર્ય વજસેન જન્મ. : વિ. નિ. સં. ૪૯૨ | ગૃહસ્થપર્યાય : ૯ વર્ષ દીક્ષા ઃ વી. નિ. સં. ૫૦૧ | સામાન્ય સાધુપર્યાયઃ ૮૩ વર્ષ ગણાચાર્યપદ : વી. નિ. સં. ૫૮૪ | ગણાચાર્યકાળ : ૩૩ વર્ષ યુગપ્રધાનાચાર્યઃ વી. નિ. સં. ૬૧૭ | યુગપ્રધાનાચાર્ય : ૩ વર્ષ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૬૨૦ | કુલ આયુષ્ય : ૧૨૮ વર્ષ
વજસેને આર્ય વજથી પહેલા જ આર્ય સિંહગિરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. વિશિષ્ટ પ્રતિભા અને અતિશય વિદ્યાસંપન્ન હોવાના લીધે આર્ય વજને આર્ય સિંહએ પોતાની હયાતીમાં જ આચાર્યપદનો કાર્યભાર સોંપી દીધો હતો અને સ્વર્ગગમન વખતે એમને વિધિવત્ આચાર્યપદ પ્રદાન કર્યું. .
સંભવ છે કે આર્ય વજના અતિજ્ઞાનના સન્માન માટે વજસેને એમની હયાતીમાં આચાર્યપદ સ્વીકાર્યું નહિ હોય. એમનો આર્ય વજ સાથેનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો પ્રતીત થાય છે. જેમ કે - આર્ય વજ દ્વારા ૫00 સાધુઓની સાથે અનશન કરવાના પહેલા ભાવિ દુષ્કાળની સમાપ્તિના પૂર્વલક્ષણના રૂપમાં સોપારકના શ્રેષ્ઠી જિનદત્તને ત્યાં અત્યંત મોંઘા અન્નમાં વિષ ભેળવવાની વજસેનને આપવામાં આવેલી પૂર્વસૂચનાથી સાબિત થાય છે.
આ રીતે દીક્ષાપર્યાયથી કનિષ્ઠ હોવા છતાં પણ જ્ઞાનપર્યાયની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતાની દૃષ્ટિથી આર્ય વજ જ દશપૂર્વધર હોવાને લીધે આચાર્યપદ માટે સર્વાધિક યોગ્ય માનવામાં આવ્યા છે. વી. નિ. સં. ૫૮૪માં આર્ય વજસેન ગણાચાર્ય ઘોષિત કરવામાં આવ્યા અને દશમાં કેટલાંક ઓછાં વર્ષ પૂર્વના જ્ઞાતા આર્ય રક્ષિત વિજ પછી વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. - આર્ય વજસેન સંઘ-વ્યવસ્થાનાં કાર્યોમાં કુશળ અને પ્રતિભાશાળી હોવા છતાં પણ આર્ય વજ આદિની જેમ સમાન પૂર્વજ્ઞાનના જાણકાર ન હતા. આ કારણે આર્ય રક્ષિત પછી પૂર્વજ્ઞાની દુર્બલિકા પુષ્યમિત્રને યુગપ્રધાન-આચાર્યપદે નિયુક્ત કરવાનું પગલું યોગ્ય ઠર્યું તેમજ એ સમય સુધી વજસેન ગણાચાર્યપદનું સુચારુંપણે સંચાલન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 896396969696969696969 ૨૯૦ |