Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'યણમયાનાકાર્ય આર્ય લાગીદ્ધ યુગપ્રધાનાચાર્ય પરંપરામાં આર્ય વજસેન પછીનું નામ આર્ય નાગેન્દ્રનું આવે છે. નાગેન્દ્ર સોપારકપુરના જિનદત્તના દીક્ષિત ચાર પુત્રો પૈકીનો સૌથી મોટો હતો. દુકાળ વખતે શ્રમણ સંઘ સ્ત્રોત પ્રમાણે નાગેન્દ્રનો દીક્ષાકાળ વી. નિ. સં. ૧૯૨-૫૯૩ માનવામાં આવ્યો છે. દશપૂર્વમાં થોડા ઓછા પૂર્વ જાણનારા આર્ય નાગેન્દ્ર વજસેન પછીના બાવીસમા યુગપ્રધાનાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. ૬૯ વર્ષના ચિરકાળ સુધી એમણે યુગપ્રધાનાચાર્યના હોદ્દાથી જિનશાસનની સેવા કરી. એમના જીવનની પ્રમુખ ઘટનાઓ નીચે પ્રમાણે છે : જન્મ : વી. નિ. સં. પ૭૩| ગૃહસ્થપર્યાયઃ ૨૦ વર્ષ દીક્ષા : વી. નિ. સં. ૧૯૩ | સામાન્ય સાધુપર્યાયઃ ૨૭ વર્ષ આચાર્યપદ : વિ. નિ. સં. ૬૨૦ આચાર્યપર્યાય : ૬૯ વર્ષ સ્વર્ગારોહણઃ વી. નિ. સં. ૬૮૯ સંપૂર્ણ આયુ = ૧૧૬ વર્ષ - નાગેન્દ્ર બાદ આર્ય રેવતીમિત્ર તેવીસમાં યુગપ્રધાનાચાર્ય થયા.
- 1 (ગણાચાર્ય સામંતભદ્ર ) : વી. નિ. સં. ૬૪૩માં આર્ય ચંદ્રસૂરિના સ્વર્ગે સિધાવ્યા પછી સોળમા - ગણાચાર્ય થયા સામંતભદ્ર. પૂર્વશ્રુતના અભ્યાસી હોવા છતાં પણ અખંડ ચરિત્રની આરાધના કરનારા હતા. નિમોહભાવે વિચરણ કરીને તેઓ સંયમશુદ્ધિ માટે ખાસ કરીને વનો, ઉદ્યાનો, યક્ષાયતનો તેમજ શૂન્ય દેવલયોમાં જ રોકાતા હતા. એમના ઉત્કટ વૈરાગ્ય અને વનવાસને જોઈને લોકો એમને વનવાસી તેમજ એમના સાધુવંદને વનવાસી ગચ્છ કહેવા લાગ્યા. સૌધર્મકાળના નિગ્રંથ ગચ્છ'નું ચોથું નામ “વનવાસી-ગચ્છ' ગણવામાં આવે છે. “વનવાસી” શબ્દ સાપેક્ષ હોવાથી વસતિવાદની યાદ અપાવે છે. ભગવાન મહાવીર અને સુધર્માના સમય સુધીના સાધુઓનું રોકાણ ખાસ કરીને વનપ્રદેશોમાં જ રહેતું હતું, છતાં પણ એ વખતના શ્રમણ વનવાસી તરીકે ન ઓળખાતા નિગ્રંથ' તરીકે જ જાણીતા બન્યા, કારણ કે એમની સામે વનવાસીથી અલગ વસતિવાસી નામનો કોઈ જુદો શ્રમણવર્ગ હતો નહિ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2િ696969696969696969699 ૩૦૩ |