Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બન્યા. થોડા જ સમયમાં એમણે ૧૧ અંગસૂત્ર, મૂળ, છેદ અને ઉપાંગ સૂત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો.
ગુરુ એમને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપવા માંગતા હતા, પણ કહેવામાં આવે છે કે લક્ષ્મી (લાવણ્યશ્રી) અને સરસ્વતીનો પરસ્પર અત સંમેળાપ જોઈને ગુરુદેવ એ વાતને લઈ ચિંતાતુર થયા કે - “મુનિ માનદેવ ચારિત્રનું પાલન કઈ રીતે કરી શકશે?
આમ ગુરુની ચિંતાથી માનદેવ ચારિત્ર પ્રત્યે વધુ આસ્તિક બન્યા. ગુરુદેવનો સ્નેહ સંપાદન કરવા એમણે સંપૂર્ણપણે વિકારવિકૃતિને તિલાંજલિ આપી અને ભક્તજનોને ત્યાંથી બહાર લાવવો પણ બંધ કરી દીધો. આત્મસાધના પ્રત્યે આવી સભાનતાથી માનદેવ પાસે કેટલીક દૈવીશક્તિ આવી ગઈ હતી. (આર્ય નાગેન્દ્રના સમયની રાજનૈતિક અને ધાર્મિક સ્થિતિ)
આર્ય રેવતી નક્ષત્રના વાચનાચાર્યકાળમાં કુષાણવંશના રાજા વેમ કૈડફાઈસિસે પોતાના પિતા કુજુલ ફેડફાઇસિસ વડે ઈરાનની સીમાથી લઈને સિંધુ નદી સુધી સંસ્થાપિત રાજ્યની હદમાં વિસ્તાર કર્યો. તેને આખા પંજાબ તેમજ દોઆબાને જીતી લઈને વારાણસી સુધી પોતાના - રાજ્યનો વિસ્તાર કર્યો. તેમનું મરણ થતા એનો પુત્ર કનિષ્ક વિ. નિ. ની સાતમી સદીના પહેલા ચરણમાં, ત્યાર પછી શક સંવત્સરના પ્રચલિત થયા પછી રાજસિંહાસન પર આરૂઢ થયો. કનિષ્ઠ પુરુષપુર-પેશાવર નામનું એક નવીન નગર વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી.
કનિષ્ક બૌદ્ધ ધર્મ સ્વીકારી વિજયનું અભિયાન શરૂ કર્યું. એણે પાર્થિયનોના શાસનને ભારતમાંથી જડમૂળમાંથી ઉખેડી નાંખ્યું. કાશ્મીર-જીત પછી કનિષ્ક ચીની સામ્રાજ્યના પ્રદેશો-ચીની તુર્કિસ્થાન, કાશગર, પારકંદ તેમજ પોતાન ઉપર પોતાનું સ્વામિત્વ કરી એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. કનિષ્કનું સામ્રાજ્ય ઈરાનની હદોથી લઈ વારાણસી, ચીની તુર્કિસ્તાનથી કાશ્મીર અને દક્ષિણમાં વિન્દ પર્વત શૃંખલાઓ સુધી ફેલાયેલું હતું. કનિષ્ક કાશમીરમાં પોતાના નામે કનિષ્કપુર નામનું નગર વસાવ્યું. એણે જન્મજાત ભારતીયની જેમ ભારતીય સંસ્કૃતિને પણ સ્વીકારી. એણે વિદેશી હોવા છતાં પણ મૌર્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969૭ ૩૦૫