Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમયમાંથી પસાર થવું પડ્યું. મૌર્ય સમ્રાટ સમ્મતિના રાજ્યકાળમાં,
જ્યાં ભારત અને ભારતના પાડોશી દેશોમાં પણ જૈન ધર્મનો અપૂર્વ પ્રચાર-પ્રસાર થયો, ત્યાં ઈ.સ.ની પહેલી સદીના પ્રથમ ચરણથી ભારત પર થનારાં આક્રમણો પછી જૈનોની સંખ્યામાં ઉત્તરોત્તર હૂાસ થતો ગયો.
(વાચનાચાર્ય રેવતી નક્ષત્ર) આર્ય નાગહસ્તી પછી આર્ય રેવતી નક્ષત્ર ઓગણીસમા વાચનાચાર્ય થયા. વાચનાચાર્ય રેવતી નક્ષત્ર અને યુગપ્રધાનાચાર્ય રેવતીમિત્ર જુદાજુદા સમયમાં થયેલ બે આચાર્ય હતા. આર્ય રેવતી નક્ષત્રથી આર્ય રેવતી મિત્ર પર્યાપ્તકાળ પછી થયા. આર્ય વજસેનના સમયની આસપાસ હોવાના લીધે વાચનાચાર્ય રેવતી નક્ષત્રનો પરલોકગમન વધુથી વધુ વિ. નિ. સં. ૬૪૦-૬૫૦ની આસપાસ હોવું જોઈએ;
જ્યારે કે યુગપ્રધાનાચાર્ય આર્ય રેવતીમિત્રનું પરલોકગમન વી. નિ. સં. ૭૪૮માં માનવામાં આવ્યું છે. જે આર્ય રેવતી નક્ષત્રના સ્વર્ગારોહણથી લગભગ ૧૦૦ વર્ષ પછીનું થાય છે.
(વાચનાચાર્ય બ્રહ્મદીપકસિંહ) વાચનાચાર્ય આર્ય રેવતી નક્ષત્ર પછી આર્ય બ્રહ્મદીપકસિંહ વસમાં વાચનાચાર્ય થયા. ચોવીસમા યુગપ્રધાનાચાર્ય આર્ય સિંહની સાથેસાથે હોવાના લીધે વાચનાચાર્ય આર્ય બ્રહ્મદીપકસિંહ અને યુગપ્રધાનાચાર્ય સિંહને અનેક લેખકોએ એક જ આચાર્ય માની લીધા છે. વાચનાચાર્ય સિંહના પહેલાં “બ્રહ્મદીપક' વિશેષણથી એવું અનુમાન કરવામાં આવે છે કે યુગપ્રધાન-આચાર્ય સિંહથી તેઓ ભિન્ન અને પૂર્વવર્તી આચાર્ય છે.
F
[ ૩૦૨ 969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)