Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(તત્કાલીન રાજનૈતિક સ્થિતિ )
વિ. નિ.ની છઠ્ઠી સદીના પહેલા ચરણના અંત પછી (ઈ.સ.ની પ્રથમ સદીના પ્રારંભકાળમાં) પાર્થિયનોએ ઈરાનના અનેક પ્રદેશોને કલ્પે કર્યા પછી ભારત પર આક્રમણ કર્યું. જેને શકો સાથે ઘર્ષણ થયું. પાર્થિયનોએ શકોને કારમો પરાજય આપી ભારતનાં પશ્ચિમોત્તર સીમાવર્તી ક્ષેત્રો તેમજ પંજાબ પર અધિકાર જમાવ્યો, જેને પરિણામે શકોનું રાજ્ય ભારતના દક્ષિણ-પશ્ચિમી સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં જ રહી ગયું. પાર્થિયનોએ પંજાબ પર અધિકાર કર્યા પછી પોતાના રાજ્યનો વિસ્તાર કરવો શરૂ કર્યો. ગોંડા ફરનીજ નામક પાર્થિયન શાસકે તક્ષશિલા, મથુરા, ઉજજૈન આદિમાં પોતાની છાવણીઓ સ્થાપી. થોડા વખત પછી અધિકાંશ પાર્થિયન ક્ષત્રિયોએ પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધા. એનાથી પાર્થિયનોની શક્તિ વિકેન્દ્રિત થવાને લીધે ધીમે-ધીમે ક્ષીણ થતી ગઈ.
પ્રાયઃ બધા પાર્થિયન અને શક શાસકોએ ભારતીય ધર્મ સ્વીકારી ભારતીય સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો. એમણે ભારતીય શાસનપ્રણાલી પ્રમાણે રાજ્ય કરીને અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા.
ભારત ઉપર જ્યારે-જ્યારે પણ વિદેશી આક્રમણખોરોએ આક્રમણ કર્યા, ત્યારે-ત્યારે ભારતમાં ગણરાજ્યો, રાજાઓ અને જનતાએ એ વિદેશી બળિયાઓ સાથે ઘણી શૌર્યપૂર્ણ લડાઈઓ કરી. યદ્યપિ ભારતમાં સુદઢ કેન્દ્રીય રાજસત્તાના અભાવમાં અને વિદેશીઓની સુસંગઠિત વિશાળ સેનાઓના કારણે વિદેશીઓને ભારતનાં વિભિન્ન ક્ષેત્રો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવામાં સફળતા મળી; પણ ભારતીય રાજ્યશક્તિઓ એ વિદેશીઓ સાથે હંમેશાં સંઘર્ષ કરતી રહી. ભારતીય જનતા અને રાજ્યશક્તિઓ વડે કરવામાં આવેલા એ સંઘર્ષો તેમજ વિદેશી આક્રમણકારોના પરસ્પર ઘર્ષણમાં આવવાના ફળસ્વરૂપ આખરે એ વિદેશી-શક્તિઓ ક્ષીણ થતા-થતા વિલીન જ થઈ ગઈ. જે રીતે યુનાનીઓના શાસનમાં પહેલી વખત ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યાર બાદ શકોએ, શકોના શાસનને વી. નિ. સં. ૪૭૦માં વિક્રમાદિત્યે અને ૩૦૦ ૬૬ 69696969696969696] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)