Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ત્યાર બાદ વી. નિ. સં. ૬૦૫માં ગૌતમીપુત્ર સાતકર્ણી(શાલિવાહન)એ સમાપ્ત કર્યો, એ જ રીતે ભારતના વિદેશી પાર્થિયનોના શાસનને વિદેશી યૂ-રી જાતિના કુષાણોએ સમાપ્ત કર્યું.
આર્ય રેવતી નક્ષત્રના વાચનાચાર્ય-કાળથી પહેલા કુજુલ કેડફાઈસિસ (પ્રથમ) નામક કુષાણ સરદારે પાર્થિઓને હરાવી ગાંધાર (અફઘાનિસ્તાન) અને પંજાબના કેટલાક પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. એના પુત્ર વેમ કૈડફાઇસિસે ભારતમાં હજી પણ આગળ વધવાની શરૂઆત કરી. અને આર્ય દુર્બલિકા પુષ્યમિત્રના યુગપ્રધાનત્વકાળમાં આખા પંજાબ તેમજ દુઆબા ઉપર સ્વામિત્વ કર્યા પછી પૂર્વમાં વારાણસી સુધી પોતાના રાજ્યની હદનો વિસ્તાર કર્યો.
વિદેશી આક્રમણોને લીધે દેશની સર્વતોમુખી હાનિ થઈ. વિદેશીઓના અત્યાચારોથી ત્રાહિમામ્ પોકારેલા જનમાનસમાં અસહિષ્ણુતા, પારસ્પરિક જાતિય, સામાજિક અને ધાર્મિક વિષે જોર પકડ્યું. વિદેશીઓ દેશ તેમજ દેશવાસીઓની જે દુર્દશા કરી રહ્યા હતા, એના માટે એક જાતિ બીજી જાતિને, એક ધર્માવલંબી બીજા ધર્માવલંબીઓને, એક વર્ગ બીજા વર્ગને દોષ આપવા લાગ્યા. દેશવાસીઓના મનમાં પેદા થયેલી આવી ઘાતક મનોવૃત્તિથી જે હદે દેશ પાયમાલ થયો, તેની ગણતરી થઈ શકતી નથી, કારણ કે વિદેશીઓએ પહોંચાડેલી હાનિ કરતાં પણ કંઈ કેટલાયે ગણી વધુ હતી. ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રમાણેની વિકૃત મનોવૃત્તિનો નિહિત-સ્વાર્થી લોકોએ વખતો-વખત ગેરલાભ ઉઠાવ્યો. એનું પરિણામ એ આવ્યું કે હજારો સદીઓથી હળીમળીને સાથે રહેતા આવેલા વિભિન્ન વર્ગો, ધર્માવલંબીઓ અને જાતિઓએ પરસ્પર એકબીજાને નેસ્તનાબૂદ કરવાના અનેક પ્રયત્નો કર્યા. ભારતમાંથી બૌદ્ધ ધર્મના અંતમાં અનેક કારણોની સાથો-સાથ આ પ્રકારનો ધાર્મિક વિષ પણ મુખ્ય કારણ રહ્યુ. પુષ્યમિત્ર શૃંગ વડે બૌદ્ધો અને બૌદ્ધ ધર્મના વિરુદ્ધ કરાયેલા અભિયાન આ તથ્યના સાક્ષી છે.
ભારતમાં વિદેશી આક્રમણકારોની સફળતાઓને પરિણામે ઉત્પન્ન થયેલી એ વિષમ પરિસ્થિતિઓમાં જૈન ધર્માવલંબીઓએ ઘણા કપરા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969 ૩૦૧