Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રચનાકાર આચાર્ય રત્નનંદીએ શ્વેતાંબર સંપ્રદાયથી એનો ઉદ્ભવ થયેલો બતાવ્યો છે.'
શ્વેતાંબર પરંપરાના આચાર્ય મલધારી રાજશેખરે પોતાના ગ્રંથ ‘ગ્દર્શન - સમુચ્ચય’માં ગોપ્યસંઘ અર્થાત્ યાપનીયસંઘને દિગંબર પરંપરાનો ગણાવ્યો છે. જ્યારે કે આચાર્ય રત્નનંદીએ ‘ભદ્રબાહુ ચરિત્ર'માં ઉલ્લેખ કર્યો છે કે - ‘વિક્રમ સંવત ૧૩૭(વી. નિ. સં. ૬૦૬)માં સૌરાષ્ટ્રના વલ્લભી નગરમાં શ્વેતાંબરોની ઉત્પત્તિ થઈ અને કાળાન્તરમાં શ્વેતાંબરોથી કરહાટાક્ષ નગરમાં યાપનીયસંઘની ઉત્પત્તિ થઈ.
દિગંબરાચાર્ય દેવસેને દર્શનાચાર નામની પોતાની નાની અમથી પુસ્તિકામાં શ્રીકળશ નામક શ્વેતાંબર આચાર્યથી વિક્રમ સંવત ૨૦૫માં યાપનીયસંઘની ઉત્પત્તિ થવાનો ઉલ્લેખ કર્યો છે.
યદ્યપિ આજે ભારતવર્ષમાં યાપનીયસંઘનું ક્યાંયે અસ્તિત્વ નથી અને નથી આ સંઘના કોઈ અનુયાયી, તથાપિ ઉપલબ્ધ અનેક ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે ભારતમાં લગભગ ૧૨૦૦-૧૩૦૦ વર્ષો સુધી યાપનીય એક પ્રમુખ ધર્મસંઘના રૂપે રહ્યો.
યાપનીય આચાર્ય શકટાયન(પાલ્યકીર્તિ)ની અમોઘાવૃત્તિમાં આપવામાં આવેલ અનેક ઉદાહરણોથી એવું સાબિત થાય છે કે યાપનીયસંઘ શ્વેતાંબરોના આગમગ્રંથોને પોતાના પ્રામાણિક ધર્મગ્રંથો માનતો હતો.'
‘ષગ્દર્શન સમુચ્ચય’ની ટીકામાં ગુણરત્નએ લખ્યું છે કે 'યાપનીયસંઘના મુનિ નગ્ન રહે છે, મોરની પીંછી રાખે છે. પાણીતલ ભોજી છે, નગ્ન મૂર્તિઓની પૂજા કરે છે, તેમજ વંદન કરવાથી શ્રાવકોને ધર્મલાભ' કહે છે.
યાપનીયસંઘનો કર્ણાટક અને એની આસપાસના પ્રદેશોમાં ઘણો પ્રભાવ હતો. આ સંઘ પૂર્વકાળમાં એક પ્રભાવશાળી સંઘ રહ્યો છે. વિક્રમની પંદરમી સદી સુધી યાપનીયસંઘ રાજમાન્ય સંપ્રદાય રહ્યો છે.
૨૯૬
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)