Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નથી. કોઈ પણ પ્રકારની મમતા-મૂચ્છ રાખ્યા વગર માત્ર સાધ્યની સિદ્ધિ માટે ઉપકરણ માત્ર સમજીને રાખવું જોઈએ.”
આમ આચાર્યએ એને સાબિતી સાથે અનેક યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવ્યો, પણ શિવભૂતિ એના આગ્રહ ઉપર અડગ રહ્યો અને એણે વસ્ત્ર વગેરે બધાં ઉપકરણોને ત્યજીને નગ્નત્વ ધારણ કર્યું. તે પોતાના ગુરુ તેમજ સાધુ પરિવારથી અલગ થઈ નગરની બહાર એક ઉદ્યાનમાં રહેવા લાગ્યો. તેની ઉત્તરા નામની એક બહેન (ભગિની) પણ પોતાના ભાઈનું અનુસરણ કરી દીક્ષિત થઈ ગઈ. એણે પાછાં વસ્ત્ર ધારણ કરી લીધાં.
આ રીતે શિવભૂતિ, જેમને સહસ્ત્રમલ્લ પણ કહેવામાં આવે છે, એમનાથી શ્વેતાંબર પરંપરા અનુસાર દિગંબર મતની ઉત્પત્તિ માનવામાં આવે છે. શિવભૂતિના કોંડિન્ય અને કોટ્ટવર નામના બે શિષ્ય થયા અને આમ શિવભૂતિથી વોટિક મતની પરંપરા ચાલી.
શ્વેતાંબર પરંપરાના બધા ગ્રંથોમાં પ્રાયઃ આવા જ હળતા-મળતા ઉલ્લેખ છે. શ્વેતાંબર પરંપરાના જે રીતે વી. નિ. સં. ૬૦૯માં દિગંબર મતની ઉત્પત્તિ બતાવવામાં આવી છે, એ જ રીતે દિગંબર પરંપરામાં વી. નિ. સં. ૬૦૬માં સેવકસંઘ-જેતપટ્ટસંઘ(શ્વેતાંબરસંઘ)ની ઉત્પત્તિની વાત કહેવામાં આવી છે. - “ભાવસંગ્રહ'ના રચનાકાર દેવસેનસૂરિએ લખ્યું છે - “વિક્રમાદિત્યની મૃત્યુના ૧૩૬ વર્ષ પછી સૌરાષ્ટ્રની વલ્લભી નગરીમાં શ્વેતપટ્ટ-શ્વેતાંબર સંઘની ઉત્પત્તિ થઈ.” આ વિષયમાં (સંબંધમાં) વિશેષ પરિચય આપતા દેવસેનસૂરિએ લખ્યું છે કે - “વિક્રમની બીજી સદીમાં નિમિત્તજ્ઞાની ભદ્રબાહુએ પોતાના શ્રમણસંઘને કહ્યું કે - “નજીકના સમયમાં જ ૧૨ વર્ષનો દુકાળ પડવાનો છે, માટે તમે લોકો પોતાના સંઘની સાથે દૂર દેશોમાં જતા રહો. બધા ગણધર ભદ્રબાહુના વચન પ્રમાણે પોતપોતાના સાધુ-સમુદાયને લઈને દક્ષિણની તરફ વિહાર કરી ગયા પણ શાંતિ નામના એક આચાર્યએ પોતાના ઘણાખરા શિષ્યોની સાથે સૌરાષ્ટ્ર પ્રદેશના વલ્લભી નગર તરફ પ્રયાણ કર્યું, જ્યાં એમણે ભયંકર દુકાળનો સામનો કરવો પડ્યો. વલ્લભીમાં ભીષણ દુકાળનાં લીધે એવી બિભત્સ સ્થિતિ પેદા થઈ કે ભૂખ્યા-તરસ્યા દીન લોકો બીજાના પેટને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969699 ૨૯૧]