Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ચીરી-ચીરીને એમાં રહેલું અન્ન કાઢીને પોતાની ભૂખ ભાંગવા લાગ્યા. તત્કાલીન ભયંકર સ્થિતિથી વિવશ-લાચાર થઈ આચાર્ય શાંતિના સાધુદંડ, કાંબળો, પાત્ર તેમજ ઢાંકવા માટે વસ્ત્ર ધારણ કરવા લાગ્યા. તેઓ વસ્તીઓમાં ઇચ્છા પ્રમાણે જઈને ત્યાં ગૃહસ્થોના ઘરે બેસી ભોજન કરવા લાગ્યા.
જ્યારે દુષ્કાળ પૂરો થયો તો આચાર્ય શાંતિએ સંઘના બધા શ્રમણોને સંબોધીને કહ્યું : “હવે સુકાળ થઈ ગયો છે, માટે આ હીન આચારને છોડી દો અને દુષ્કર્મની આલોચના કરી સાચા શ્રમણધર્મને ગ્રહણ કરો.”
આથી અનેક શિષ્યોએ કહ્યું : “એ પ્રમાણેનો કઠોર આચાર આજે કોણ પાળી શકે છે ? આ વખતે અમે લોકોએ જે માર્ગ ગ્રહણ કર્યો છે, એ સુખકર છે, આથી એને છોડવો અમારા માટે શક્ય નથી.”
જ્યારે આચાર્ય શાંતિએ વારંવાર એમના શિષ્યોને કહ્યું તો એમના મુખ્ય શિષ્યએ એમના માથા પર દંડા વડે જોરથી ફટકો માર્યો. જેનાથી આચાર્ય શાંતિ તરત જ મૃત્યુ પામ્યા અને તેઓ વ્યંતર રૂપે પેદા થયા.
‘ભાવસંગ્રહ'માં આચાર્ય દેવસેને શાંત્યાચાંર્યના શિષ્ય જિનચંદ્ર વડે જ શ્વેતપટ્ટસંઘની ઉત્પત્તિ બતાવી છે.
રત્નનંદીના ‘ભદ્રબાહુ ચરિત્ર'માં અને હરિષણના ‘બૃહત્કથા કોષ'માં પણ થોડા-ઘણા હેર-ફેર સાથે શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પત્તિનો કંઈક આ પ્રમાણે જ ઉલ્લેખ મળે છે. ત્યાં સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્રથી શ્વેતાંબર મતની પ્રચલિત થવાની વાત કહેવામાં આવી છે.
‘બૃહતકથાકોષ'માં બતાવવામાં આવ્યું છે કે - ‘દુર્ભિક્ષના સમયે શ્રુતકેવળી ભદ્રબાહુની આશા પ્રમાણે કેટલાક સાધુ વિશાખાચાર્યની સાથે દક્ષિણના પુન્નાટ પ્રદેશમાં જતા રહ્યા, તથા રામિલ્લ, સ્થૂલાચાર્ય અને સ્થૂળભદ્ર પોત-પોતાના સાધુસંઘની સાથે સિંધુપ્રદેશ તરફ ગયા. રામિલ્લ આદિને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો. તેઓ શ્રદ્ધાળુ શ્રાવકોના આગ્રહથી ભિખારીઓના સંકટથી બચવા માટે ત્યાં રાતના સમયે ભિક્ષા લેવા જતા અને એને દિવસમાં ખાઈ લેતા હતા. શ્રાવકોની પ્રાર્થનાથી તેઓ ડાબા ખભા ઉપર.એક વસ્ત્ર પણ રાખવા લાગ્યા. દુષ્કાળ પછી બંને તરફના શ્રમણસંઘોનો મધ્યપ્રદેશમાં ૭૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૯૨ ૩૭